<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

સુરતના મતગણતરી કેન્દ્રમાં વોર્ડ નં.18ને લઈને તંગદિલી :કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો તથા કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી

ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરી છતાં સ્થિતિ થોડીવાર માટે બેકાબૂ બની :લિંબાયત-પર્વત કુંભારિયા વિસ્તારના વોર્ડ નં. 18માં ભાજપની જીત :કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહે ભાજપ કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો

સુરતના મતગણતરી કેન્દ્રમાં વોર્ડ નં. 18ને લઈ તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો તથા કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરી છતાં સ્થિતિ થોડીવાર માટે બેકાબૂ બની હતી. લિંબાયત-પર્વત કુંભારિયા વિસ્તારના વોર્ડ નં. 18માં ભાજપે જીત નોંધાવી છે, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહે ભાજપ કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ ભાજપના વિજેતા ઉમેદવાર દિનેશ રાજપુરોહિત પર પણ હુમલાના આક્ષેપો થયા છે, જેના કારણે સમગ્ર ઘટના વધુ ચર્ચામાં આવી છે.

(6:33 PM IST)