<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

પાલનપુરના ભાગળ ગામે બે કોમના યુવકો વચ્ચે મારામારી થતાં તંગદિલીનો માહોલ : ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ઠાકોરવાસમાં જઈ એક યુવકને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ : DySP, પાલનપુર તાલુકા પોલીસ અને LCB સહિતના સ્ટાફે ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ ગામે બે કોમના યુવકો વચ્ચે મારામારી થતાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઠાકોરવાસમાં જઈ એક યુવકને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જૂથ અથડામણ બાદ DySP, પાલનપુર તાલુકા પોલીસ અને LCB સહિતના સ્ટાફે ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સંડોવાયેલા આરોપીઓને શોધવા પોલીસ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે 15 દિવસ અગાઉ પણ બંને કોમ વચ્ચે માથાકૂટ થઈ હતી. વારંવારની અથડામણને પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

(7:41 PM IST)