<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો: રાજપીપળા ખાતે વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહની ઉપસ્થિતિમાં નર્મદાના ખોવાયેલા 65 મોબાઈલ તથા સોનાના દાગીના પરત કરાયા

સગાબારાં પોલીસ દ્વારા શોધી કાઢેલા 20 મોબાઈલ મળી કુલ 65 જેટલા મોબાઇલ અને રાજપીપલામાંથી ચોરાયેલ 26 ગ્રામ સોનાના દાગીના એમના મૂળ માલિકને પરત કરવાનો કાર્યક્રમ ગોઠવાયો

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરીના પ્રાંગણમાં વડોદરા રેન્જ આઈજીસંદીપસિંહની ઉપસ્થિતિમાં ખોવાઈ ગયેલા અને ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકને પરત કરવા માટેનો "તેરા તુજકો અર્પણ ", નામનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વડોદરા રેન્જના આઈ જી સંદીપસિંહના હસ્તે નર્મદા જિલ્લામાંથી ખોવાઈ ગયેલા કે ચોરાઈ ગયેલા કુલ 65 જેટલા મોબાઈલ જેમાં જાન્યુઆરી માસ માં નર્મદા એલસીબી પોલીસની ટીમે 45 એન્ડ્રોઇડ ચોરાયેલા અને ખોવાયેલા મોબાઈલ શોધી કાઢ્યા હતાં.અને સગાબારાં પોલીસ દ્વારા શોધી કાઢેલા 20 મોબાઈલ મળી કુલ 65 જેટલા મોબાઇલ અને રાજપીપલામાંથી ચોરાયેલ 26 ગ્રામ સોનાના દાગીના એમના મૂળ માલિકને પરત કરવાનો કાર્યક્રમ ગોઠવાયો હતો.

જેમાં આઈજી સંદીપસિંહે આ મોબાઈલો પરત કરતા જણાવ્યું હતું કે પોલીસ પર વિશ્વાસ રાખો પોલીસ પ્રજાની મદદ માટે ખડે પગે તૈયાર છે.મોબાઈલ કે અન્ય કોઈપણ ચીજ વસ્તુઓની ચોરી થાય તો પોલીસને ફરિયાદ આપો. પોલીસ તમારી મદદ કરશે
મોબાઈલ કીમતીહોય છે અને તેમાં મહત્વના ડેટા હોય છે જે ગુમ થવાથી મોબાઇલ ઘારકને ઘણી તકલીફ પડતી હોય છે પરંતુ પોલીસ પ્રજાની પડખે છે એમ જણાવી નર્મદા પોલીસની કામગીરીને અને જિલ્લા પોલીસવડાને તથા તેમની ટીમને અભિનંદન પાઠ્યા હતા.
આં પ્રસંગે આઇજી અને જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલની ઉપસ્થિતિમાં પોલીસના ફિટ હેલ્થ માટે આપનારી નવી સાઇકલ ને લીલી ઝંડી આપી હતી

(10:25 PM IST)