તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
તેરા તુજકો અર્પણ..૮૦.૦૩ રિકવરી સાથે ડાંગ જિલ્લો આખા ગુજરાતમાં પ્રથમ
૭ .૨૩ લાખના ગુમ મોબાઇલ પરતઃ સુરત રેન્જ વડા પ્રેમવીરસિંહ અને એસપી પૂજા યાદવ અને dysp કે આર. ડીમરીના માર્ગદર્શનમાં LCB PSI જયદીપ અનડકટ સ્ટાફની સરાહનીય કામગીરી

રાજકોટ, તા.૨૯: ગુજરાતના દેશ વિદેશમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ, પર્યટન સ્થળો પર ખાસ ટૂરિસ્ટ પોલીસ મથકો બનાવી આ સ્થળોએ આવતા દેશ વિદેશના યાત્રિકો પોલીસના વર્તનથી ખૂબ સારી છાપ સાથે પરત ફરે તે માટે રાજ્યના મુખ્ય પોલીસ વડા ડો કે. એલ.એન. રાવ દ્વારા સંબંધક જીલ્લા વડાઓ સાથે કોન્ફરન્સ યોજી છે, આ સંદર્ભે સુરત રેન્જ વડા પ્રેમવીરસિંહ દ્વારા પણ સાપુતારા વિગેરે સ્થળે આવતા પર્યટકોના મોબાઇલ સહિત કિંમતી માલસમાન ચોરી સમયે તેને શોધવા માટે એસપી પૂજા યાદવના માર્ગદર્શનમાં LCB આખા સક્રિય ભૂમિકા ભજવે તેવા વણ લખ્યા નિયમ અંતર્ગત કરેલ કામગીરી ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ કાર્યવાહી dysp કે આર ડીમરીના માર્ગદર્શન હેઠળ જયદીપ અનડકટ સ્ટાફે બજાવી છે.
જે.જી.અનડકટ, LCB ડાંગ-આહવા તથા ટીમ દ્વારા આહવા, સુબીર, વઘઇ, સાપુતારા પો.સ્ટે. સાથે સંકલનમાં રહી છેલ્લા બે માસ દરમ્યાન ટેકનિકલ તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી રૂ. ૭,૨૩,૨૦૦/ની કિંમતના કુલ ૪૦ મોબાઇલ ફોન રિકવર કરી તેમના મૂળ માલિકોને પરત અપાવવામાં આવેલ છે. ડાંગ જિલ્લાનો રેકોર્ડઃ છેલ્લા બે વર્ષ દરમ્યાન ડાંગ જિલ્લા પોલીસ દ્વારા કુલ રૂ. ૪૭,૩૧,૬૦૦/ ની કિંમતના ૨૮૭ મોબાઇલ ફોન રિકવર કરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ૮૦.૦૩% ના હાઇએસ્ટ રિકવરી રેટ સાથે ડાંગ જિલ્લાએ નંબર-૦૧ ઉપર રહી -શંસનીય કામગીરી કરેલ છે
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
