<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે ભયાનક પૂરની સ્થિતિ :પૂર્ણા,અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપુર

કાવેરી નદી 22 ફૂટે વહેતી હોવાથી તે ભયજનક સપાટી 19 ફૂટથી ઉપર વહી રહી છે:નદીઓના વધતા જળસ્તરને પગલે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર

નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે પણ ભયાનક પૂર જેવી સ્થિતિ યથાવત રહી છે. નવસારી શહેર તેમજ બીલીમોરા સહિતના વિસ્તારોમાં એક લાખથી વધુ લોકો સીધી રીતે પૂરથી પ્રભાવિત થયા છે. 

  જિલ્લામાં તેમજ ઉપરવાસના સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીનું જળસ્તર 22 ફૂટ સુધી પહોંચ્યું છે, જ્યારે તેની ભયજનક સપાટી 23 ફૂટ છે. અંબિકા નદી 29 ફૂટની ભયજનક સપાટીને અડી ગઈ છે, જ્યારે કાવેરી નદી 22 ફૂટે વહેતી હોવાથી તે ભયજનક સપાટી 19 ફૂટથી ઉપર વહી રહી છે. 

  નદીઓના વધતા જળસ્તરને પગલે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સ્થાનિક તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

(1:25 PM IST)