હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાબરકાંઠામાં વ્યાજખોરોનો આતંક: 50 હજારની સામે 5 લાખ વસૂલ્યા છતાં ત્રાસ યથાવત, 30 વર્ષીય યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
કાયદેસરના લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાં ધીરનારા વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સાબરકાંઠા તા.૩૦ : રાજ્યમાં વ્યાજખોરોનો આતંક યથાવત છે. સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને 30 વર્ષીય યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે યુવકે 50 હજાર રૂપિયાની રકમ સામે વ્યાજખોરોને 5 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા, તેમ છતાં વ્યાજખોરો દ્વારા ત્રાસ આપવાનું બંધ કરાયું ન હતું.
મળતી માહિતી મુજબ, મૃતક યુવકે આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા માટે સ્થાનિક વ્યાજખોરો પાસેથી 50 હજાર રૂપિયા ઊંચા વ્યાજે લીધા હતા. ત્યારબાદ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. યુવકે મુદ્દલ રકમ કરતાં 10 ગણી એટલે કે 5 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરો તેને ધમકાવી વધુ નાણાંની માંગણી કરી રહ્યા હતા.
સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને યુવકે આખરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે વ્યાજખોરો વિરુદ્ધ મરવા મજબૂર કર્યાનો ગુનો દાખલ કરી તપાસ તેજ કરવામાં આવી છે.
રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસને ખત્મ કરવા પોલીસ દ્વારા અનેક કાર્યક્રમો અને મુહિમ ચલાવવામાં આવી રહી છે, તેમ છતાં જમીની હકીકત એ છે કે હજુ પણ નિર્દોષ નાગરિકો વ્યાજખોરોના ચુંગલમાં ફસાઈને જીવન ટૂંકાવી રહ્યા છે. મોરબીમાં પણ તાજેતરમાં 75.40 લાખ ચૂકવ્યા છતાં વેપારીએ આપઘાત કર્યો હતો. 9c14









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
