<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

વડોદરાના કાલાઘોડા બ્રિજ પર મોડી રાત્રે દારૂના ભયાનક નશામાં ટલ્લી થયેલા એક થાર ચાલકે પૂરઝડપે વાહન હાંકીને વડોદરા મહાનગરપાલિકાના મજબૂત સ્ટ્રક્ચર સાથે કાર ઠોકી દેતાં આખું સ્ટ્રક્ચર કડડભૂસ થઈને તોડી નાખ્યું:પોલીસે સ્થળ પરથી જ કાર સાથે ચાલકની દબોચીને ધરપકડ કરી

મધ્યરાત્રિએ કાલાઘોડા બ્રિજ પર પ્રચંડ ધડાકા સાથે થાર અથડાતાં આસપાસના લોકોમાં ભારે અફડાતફડી: નશામાં ધૂત ચાલકની કરતૂત જોઈને રોડ પરથી પસાર થતા વાહનચાલકોના છાતીના પાટિયા બેસી ગયા

વડોદરાઃ વડોદરા શહેરના સેન્ટ્રલ ઝોનમાં આવેલા અતિ-સંવેદનશીલ અને વ્યસ્ત કાલાઘોડા બ્રિજ પરથી મધ્યરાત્રિએ કાળજું કંપાવી દે તેવી અને રૂવાડાં ઊભા કરી દે તેવી એક અત્યંત ચોંકાવનારી, ખૌફનાક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે! મોડી રાત્રે રસ્તાઓ સુમસામ હતા ત્યારે જ એક કાળમુખી થાર ગાડીનો ચાલક દારૂનો ભારે નશો કરીને પૂરઝડપે ગાડી હંકારી રહ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, રાત્રે 2:30 વાગ્યાના અરસામાં એક કાર ચાલક ફતેગંજથી કમાટીબાગ તરફ ફુલ સ્પીડમાં આવી રહ્યો હતો અને કમાટીબાગ નજીક તેણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર સુશોભન કરી રહેલા કોર્પોરેશનના ગેટ માં ઘૂસી ગઈ હતી.

પોલીસે જોયું તો કાર ચાલક દારૂના નશામાં જણાઈ આવ્યો હતો. કારમાં દારૂનો ગ્લાસ તેમજ એક મહિલા પણ બેઠી હતી. જેથી પોલીસે કાર ચાલક સમીર દેવેન્દ્રસિંહ રાજપુત (મોતી નગર,તરસાલી) ની ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ નાગુનામા ધરપકડ કરી થાર કબજે કરી હતી.

(5:37 PM IST)