News of Sunday, 11th October 2026
થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન 80%થી વધુ રેકોર્ડબ્રેક મતદાન
24 બેઠકો પરના 59 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થયું: મતગણતરી 13 ઓક્ટોબરે હાથ ધરાશે.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન આજે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આખરે પૂર્ણ થયું છે. વહેલી સવારે 7:00 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 6:00 વાગ્યે પૂર્ણ થઈ હતી. દિવસ દરમિયાન તમામ વોર્ડના મતદાન મથકો પર મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના પરિણામે કુલ મતદાનની ટકાવારી 80% ની પાર પહોંચીને નવો રેકોર્ડ સર્જાયો છે.
થરા નગરપાલિકાની કુલ 24 બેઠકો પર ચૂંટણી લડી રહેલા તમામ રાજકીય પક્ષો અને અપક્ષો મળીને કુલ 59 ઉમેદવારોના રાજકીય ભાવી ઈવીએમ (EVM) મશીનમાં કેદ થઈ ચૂક્યા છે. ઊંચા ટકાવારીવાળા આ બમ્પર વોટિંગના કારણે રાજકીય સમીકરણોમાં ભારે ફેરફારો જોવા મળી રહ્યા છે, જેને પગલે પરિણામોને લઈને ચૂંટણી લડી રહેલા તમામ 59 ઉમેદવારો
સાંજે 6 વાગ્યે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામ ઈવીએમ મશીનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચૂંટણી અધિકારીઓની હાજરીમાં સીલ કરીને સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે. હવે આવનારી 13 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. 13મી ઓક્ટોબરે જ સ્પષ્ટ થશે કે થરાની જનતાએ કોના શિરે વિજયનો તાજ પહેરાવ્યો છે અને કોણે મેદાન માર્યું છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
