<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

સુરત ગ્રામ્યના કડોદરામાંથી મોબાઈલ ટાવરની બેટરીની ચોરીનો ભેદ ઉકેલાયો :45 બેટરી સાથે આરોપી ઝડપાયો

મોબાઈલ અને રોકડ સહિત રૂ. 2,19,650નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

સુરત ગ્રામ્યના કડોદરામાંથી મોબાઈલ ટાવરની બેટરીની થઈ રહેલ ચોરીનો ભેદ આખરે પોલીસે ઉકેલી નાખ્યો છે. સુરત ગ્રામ્ય LCB પોલીસે ચોરીની 45 બેટરી સાથે આરોપીને ઝડપ્યો છે. કડોદરા-નિયોલ રોડ પર એક દુકાનમાંથી બેટરીઓ મળી આવી છે. પોલીસે આશીફ સૈયદ નામના આરોપીની કરી ધરપકડ. 45 બેટરીની કિંમત રૂ. 2.14 લાખથી વધુ થવા જાય છે. મોબાઈલ અને રોકડ સહિત રૂ. 2,19,650નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અલથાણ અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના બે ચોરીના ગુના ઉકેલાયા છે.

(8:17 PM IST)