News of Thursday, 14th May 2026
વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઇ અને પીએસઆઇ સસ્પેન્ડ
ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ રાજ્યના ડીજીપી દ્વારા આકરી કાર્યવાહી : બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા

વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ એ. એ. વાઘેલા અને પીએસઆઈ જે. ટી. નિનામાને ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ રાજ્યના ડીજીપી દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાછે
અઢી મહિના પહેલાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે નંદેસરી જીઆઈડીસી નજીક રઢિયાપુરા ગામની સીમમાં રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન ₹43 લાખથી વધુની કિંમતની 16 હજાર વિદેશી દારૂની બોટલો, કન્ટેનર, કાર અને અન્ય વાહનો મળી કુલ ₹1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો
નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં આટલા મોટા પાયે દારૂનું કટિંગ ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસ તેનાથી બિલકુલ અજાણ રહી હતી.
- રેડ બાદ સમગ્ર મામલાની તપાસ એસએમસી (SMC) એ પોતાની પાસે રાખી હતી. તપાસના અંતે પીઆઈ અને પીએસઆઈની ગંભીર બેદરકારી હોવાનો રિપોર્ટ તૈયાર કરી ડીજીપી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેના આધારે આ કડક સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.
- આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી મનોજ પાપડ સહિત 6 બૂટલેગરોની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય સૂત્રધાર લાલચંદ ઉર્ફે લાલુ સિંધી અને સુનિલ અદો સહિત 10 જેટલા આરોપીઓ ફરાર થઈ ગયા હતા
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
