<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

અમદાવાદની ખોખરા વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલમાં બોગસ મતદાનના આક્ષેપોને લઇને ભારે હોબાળો

મતદાન મથક 6 ના રૂમ નંબર 5 માં એકસરખા નામ ધરાવતા મતદારોના કારણે વિવાદ સર્જાતા અંદાજે 15 મિનિટ સુધી મતદાન પ્રક્રિયા અટકાવી દેવામાં આવી

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ ખાતે બોગસ મતદાનના આક્ષેપોને પગલે ભારે હોબાળો મચ્યો હતો. મતદાન મથક 6 ના રૂમ નંબર 5 માં એકસરખા નામ ધરાવતા મતદારોના કારણે વિવાદ સર્જાતા અંદાજે 15 મિનિટ સુધી મતદાન પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ ખોખરા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો, ત્યારબાદ અધિકારીઓની હાજરીમાં ફરી મતદાન શરૂ કરાયું હતું.

(10:05 PM IST)