હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આજથી ૩ ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની ઉજળી શક્યતા
ગુજરાતમાં મેઘમહેરનો બીજા રાઉન્ડ : વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહીઃ ડીપ ડિપ્રેશન પヘમિ તરફ આગળ વધતાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયનમાં ભારેથી અતિભારે વરસાદના એંધાણ : સોૈરાષ્ટ્ર-કચ્છમાં મુખ્ય રાઉન્ડ ૩૧ જુલાઇથી શરૂ થવાની શક્યતા છે, જેમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે ગુજરાત રિજિયનમાં તા.૩૦ અથવા ૩૧ જુલાઇથી બે-ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ, મોટા ભાગના વિસ્તારોમાં ભારે અને એકલ દોકલ સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે

રાજકોટ : હવામાન ખાતા (IMD) ના સવારના બુલેટિન અને હાલની સિસ્ટમ્સના એનાલિસિસ આધારે વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ જણાવે છે કે, ઉત્તર આંતરિક ઓડિશા અને તેને અડીને આવેલા દક્ષિણ ઝારખંડ તથા છત્તીસગઢ પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન પヘમિ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ સક્રિય થવાના કારણે ૨૯ જુલાઈથી ૩ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ચોમાસાની પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.
વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં દેશમાં એકસાથે અનેક હવામાન સિસ્ટમ્સ સક્રિય છે. ૨૯ જુલાઈની સવારે ૫:૩૦ વાગ્યે ઉત્તર આંતરિક ઓડિશા પર કેન્દ્રિત આ સિસ્ટમ આગામી ૨૪ કલાકમાં પヘમિ તરફ આગળ વધશે. દરિયાઈ સપાટી પરની ટ્રફ લાઈન અનૂપગઢ, પિલાની, સતના અને ડીપ ડિપ્રેશનના કેન્દ્રમાંથી પસાર થઈને પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ લંબાયેલી છે.
ઉત્તર-પヘમિ મધ્ય પ્રદેશ ઉપર સમુદ્ર સપાટીથી ૧.૫ કિ.મી.ની ઊંચાઈએ અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે. ટ્રફ સ્વરૂપે પヘમિી પવનોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ઉત્તર ભાગોમાં સક્રિય છે.
ગુજરાત રિજિયનમાં મુસળધારની શક્યતાઃ વરસાદનો રાઉન્ડ૩૦ અથવા ૩૧ જુલાઈથી શરૂ થઈને ૨-૩ દિવસ સુધી હળવાથી મધ્યમ, મોટા ભાગના વિસ્તારોમાં ભારે અને આઈસોલેટેડ (એકલ-દોકલ) સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે.
પવનની ગતિ : વરસાદ દરમિયાન ૪૦ થી ૫૦ કિ.મી./કલાકની ઝડપે અને ઝાપટાં સાથે પવનની ઝડપ ૬૦ કિ.મી./કલાક સુધી પહોંચી શકે છે.
વરસાદની માત્રાઃ રિજિયનના આશરે ૫૦% વિસ્તારમાં ૧૦૦૧૫૦ મી.મી. અને બાકીના ૫૦% વિસ્તારમાં ૫૦-૧૦૦ મી.મી. કુલ વરસાદની સંભાવના છે. વધુ વરસાદ ધરાવતા કેન્દ્રોમાં કુલ વરસાદ૨૫૦ મી.મી. (૧૦ ઇંચ)થી વધુ પણ નોંધાઈ શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છઃ વરસાદનો રાઉન્ડઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મુખ્ય રાઉન્ડ ૩૧ જુલાઈથી શરૂ થવાની શક્યતા છે, જેમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. પવનની ગતિઃ અહીં પણ ગાજવીજ સાથે ૪૦ થી ૬૦ કિ.મી./કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વરસાદની માત્રાઃ આશરે ૬૦% વિસ્તારમાં ૩૫-૭૫ મી.મી. અને બાકીના ૪૦% વિસ્તારમાં ૩૫ મી.મી. સુધીના વરસાદની ધારણા છે. જ્યારે ચોક્કસ વધુ વરસાદ વાળા વિસ્તારોમાં કુલ માત્રા ૧૫૦ મી.મી. (૬ ઇંચ)થી વધુ થઈ શકે છે.
વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ વધુમાં જણાવે છે કે, આ આગાહી ડીપ ડિપ્રેશન પヘમિ તરફ આગળ વધશે તે ધારણા પર આધારિત છે. ગુજરાત રાજ્ય સિસ્ટમથી પヘમિ તરફ આવેલું હોવાથી, સિસ્ટમ્સના ભાવિ માર્ગ, તેની તીવ્રતા અને ચોમાસાની ટ્રફ સાથેના જોડાણ પર વરસાદનું ચોક્કસ પ્રમાણ આધાર રાખશે. જો સિસ્ટમના માર્ગ કે ગતિમાં ફેરફાર થશે તો વરસાદના સમય અને માત્રામાં પણ ફેરફાર થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
