News of Saturday, 21st November 2026
લગ્નના ઠેકાણા નથી, પણ નોકરી અને પગાર વધારા માટે કુંડળી જોવડાવે છે Gen Z
અમદાવાદના યુવાનોમાં ગજબનો ટ્રેન્ડ સલાહ લેવા આવતા લોકોમાં અંદાજે ૩૫થી ૪૦ ટકા લોકો ૧૮થી ૩૦ વર્ષની વયજૂથના યુવાનો છેઃ જ્યોતિષીઓ

અમદાવાદ તા.૨૧: એક સમય એવો હતો જ્યારે કુંડળી કે જ્યોતિષની વાતો નીકળે ત્યારે ઘરના મોટા-વડીલો જ આગળ આવતા અને મોટે ભાગે લગ્ન-વિવાહ જેવા પ્રસંગો પૂરતી જ તેની ચર્ચા થતી. પરંતુ આજની Gen Z પેઢીનું ચિત્ર કંઈક અલગ જ છે! સ્પર્ધાત્મક નોકરીઓ,કારકિર્દીની અનિヘતિતા અને સંબંધોના બદલાતા સમીકરણો વચ્ચે આજનો યુવાવર્ગ હવે ગ્રહો અને કુંડળીમાં પોતાના સવાલોના જવાબ શોધી રહ્યો છે. અમદાવાદમાં પણ યુવાનોમાં જ્યોતિષ તરફ વળવાનો આ ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે.
અમદાવાદના જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, તેમની પાસે સલાહ લેવા આવતા લોકોમાં અંદાજે ૩૫થી ૪૦ ટકા લોકો ૧૮થી ૩૦ વર્ષની વયજૂથના યુવાનો છે. છેલ્લા પાંચ વર્ષમાં યુવાનો જાતે જ જ્યોતિષીઓનો સંપર્ક કરીને કારકિર્દી અને રિલેશનશિપ સંબંધિત પ્રશ્નો પૂછવા આવી રહ્યા છે. પહેલાં લગ્ન માટે છોકરા-છોકરીની કુંડળી મેળવવાનો રિવાજ વધુ હતો, પરંતુ હવે કઈ કંપનીમાં નોકરી કરવી, કયો વ્યવસાય પસંદ કરવો અને કઈ જગ્યાએ કરિયર બનાવવું જેવા સવાલો સાથે પણ કુંડળીનું વિશ્લેષણ કરાવવામાં આવી રહ્યું છે.સોશિયલ મીડિયા અને ઓનલાઈન એપ્સનો વધતો પ્રભાવ સોશિયલ મીડિયાના વધતા ઉપયોગને કારણે યુવાનોમાં જ્યોતિષ સંબંધિત જાણકારી મેળવવાની રીત પણ બદલાઈ છે. ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ પર રાશિભવિષ્ય, ગ્રહોની સ્થિતિ, ટેરોટ કાર્ડ, ન્યુમરોલોજી અને લકી નંબરને લગતી સામગ્રી યુવાનોનું ધ્યાન ખેંચી રહી છે. આ ઉપરાંત વિવિધ એસ્ટ્રોલોજી એપ્લિકેશન દ્વારા પણ લોકો પોતાના સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરે છે. નિષ્ણાતોના મતે, ભવિષ્યની અનિヘતિતા, નોકરીની સ્પર્ધા અને બદલાતી આર્થિક પરિસ્થિતિને કારણે યુવાનો જ્યોતિષને પોતાની જાતને સમજવાનું એક માધ્યમ પણ માની રહ્યા છે.
ટકનોલોજીના યુગમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI આધારિત જ્યોતિષ સેવાઓ પણ ઝડપથી લોકપ્રિય બની રહી છે. મોબાઇલમાં ઉપલબ્ધ એપ્સ દ્વારા યુવાનો ગમે ત્યારે પોતાના સવાલો પૂછીને જવાબ મેળવી શકે છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે AI દ્વારા આપવામાં આવતી જ્યોતિષીય સલાહને અંતિમ સત્ય માની લેવી યોગ્ય નથી. દરેક નાની બાબતમાં આવી સલાહ પર નિર્ભર રહેવાથી વ્યક્તિની પોતાની વિચારશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા પર અસર થઈ શકે છે.
જ્યોતિષશાષા સાથે જોડાયેલું બજાર પણ સતત વિસ્તરી રહ્યું છે. ભારતમાં જ્યોતિષનો વ્યવસાય આશરે ૯૫ હજાર કરોડ રૂપિયાનો થયો છે, જ્યારે ઓનલાઈન એસ્ટ્રોલોજી એપ્સનું બજાર અંદાજે ૨,૩૦૦ કરોડ રૂપિયાનું હોવાનું જણાવાયું છે. યુવાનો રૂબરૂ કન્સલ્ટેશન માટે સરેરાશ ૫૦૦ રૂપિયાથી વધુ ખર્ચે છે. બીજી તરફ, ઓનલાઈન એપ્સમાં સબસ્ક્રિપ્શન અને ખાસ કન્સલ્ટેશન માટે અલગ ચાર્જ વસૂલવામાં આવે છે. રત્નો, પૂજા અને અન્ય વિધિઓનો ખર્ચ ઉમેરતાં યુવાનોનો વાર્ષિક ખર્ચ અંદાજે ૫ હજારથી ૨૫ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે.નોકરીથી લઈને પ્રેમસંબંધ સુધીના સવાલો
યુવાનો જ્યોતિષીઓ પાસે અભ્યાસ અને કારકિર્દીને લગતા અનેક પ્રશ્નો લઈને આવે છે. ધોરણ ૧૦ પછી સાયન્સ કે કોમર્સ પસંદ કરવું, કયો કોર્સ કરવો, સરકારી કે ખાનગી નોકરી કરવી, વ્યવસાય શરૂ કરવો કે નહીં અને વિદેશમાં કારકિર્દી બનાવવી જેવા સવાલો પૂછવામાં આવે છે. આ ઉપરાંત નોકરી બદલવાનો સમય, ઇન્ટરવ્યૂમાં કયા રંગનાં કપડાં પહેરવા અને નવી નોકરી કયા દિવસે શરૂ કરવી તે અંગે પણ માર્ગદર્શન માંગવામાં આવે છે. રિલેશનશિપની વાત કરીએ તો પ્રેમસંબંધ લગ્ન સુધી પહોંચશે કે નહીં, જીવનસાથીનો સ્વભાવ કેવો હશે અને બંને વચ્ચે વિચારોનું કેટલું સામ્ય રહેશે તે જાણવા માટે પણ યુવાનો કુંડળી અને અન્ય જ્યોતિષીય પદ્ધતિઓનો સહારો લઈ રહ્યા છે
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
