તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
નવસારીના વિજલપોરમાં રોડના ખાતમુહૂર્ત પ્રસંગે માઇકની વ્યવસ્થા નહોતી : ધારાસભ્ય આર.સી. પટેલે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો ઉધડો લીધો
મામલો થાળે પાડવા મેયરે દરમિયાનગીરી કરતાં ધારાસભ્ય વધુ બગડ્યા: પરિસ્થિતિ વણસતી જોઈ મેયરે ધારાસભ્યને મીઠાઈ ખવડાવી ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કર્યો

નવસારીના વિજલપોર વિસ્તારમાં રોડના ખાતમુહૂર્ત પ્રસંગે માઇકની વ્યવસ્થા ન હોવાથી જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો જાહેરમાં ઉધડો લીધો હતો. ધારાસભ્યે મેયર અશોક ધોરાજીયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલને આકરા સવાલો કર્યા હતા. મામલો થાળે પાડવા મેયરે દરમિયાનગીરી કરતાં ધારાસભ્ય વધુ બગડ્યા હતા. પરિસ્થિતિ વણસતી જોઈ મેયરે ધારાસભ્યને મીઠાઈ ખવડાવી ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ધારાસભ્ય આર.સી. પટેલે બંને પદાધિકારીઓને વિજલપોર વિસ્તારનું ધ્યાન રાખવા કડક ટકોર કરી હતી. ઘટનાનો વીડિયો સામે આવતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
