<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો :શનિવારથી ત્રણ દિવસ અનેક જિલ્લામાં વરસાદની આગાહી

શનિવારે બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદ થઈ શકે:રવિવારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર,દાહોદ અને પંચમહાલમાં વરસાદની શકયતા

અમદાવાદ :ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. આગામી 30,31 મે અને પહેલી જૂને રાજ્યમાં વરસાદ ખાબકી શકે છે. રાજ્યમાં ટ્રફ પસાર થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 30મી મેના રોજ બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદ થઈ શકે છે. જ્યારે 31મી મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત પહેલી જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, ભાવનગરમાં વરસાદ થવાની સંભાવનાઓ છે.

(1:37 PM IST)