તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
૧ મિનિટમાં ૧૫૬ પ્લેન્ક જેક્સ કરીને અમદાવાદના આ ટબૂરિયાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

અમદાવાદ તા.૨૩: અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બીજા ધોરણમાં ભણતા ૮ વર્ષના જયબીર સિહ ગુરુદત્તે માત્ર ૧ મિનિટમાં ૧૫૬ પ્લેન્ક જેક્સ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પ્લેન્ક જેક્સ એટલે એવી કસરત જેમાં પંજાથી કોણી સુધીના હાથ અને પગના આંગળાં જ જમીન પર ટેકવેલા હોય, બાકીનું શરીર જમીનથી ઊંચકાયેલું હોય. આ પ્લેન્ક અવસ્થામાં પણ જેક્સ એટલે કે સ્મોલ જમ્પ પણ કરવાના હોય છે. પ્લેન્ક પોઝિશનમાં શરીરને બેલેન્સ કરીને ૧૫૬ જેક્સ લગાવવાની જયબીરની આ સિદ્ધિ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા માન્ય થઈ છે. હર્ષમિત સિહ અને ખુશ્બૂ કૌરનો દીકરો જયબીર માત્ર ૭ વર્ષનો હતો ત્યારથી તેણે ફિઝિકલ ફિટનેસની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. તે કોચ અમનદીપ સિહ ગોત્રા પાસેથી રોજ બે કલાક તાલીમ લેતો હતો. એમાં સ્ટ્રેન્ગ્થ, સ્ટેમિના, માર્શલ આર્ટ્સ અને ફિટનેસની કપરી ટ્રેઇનિગ લેતો હતો.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
