News of Saturday, 2nd May 2026
અમારા સ્વપ્નનું આધુનિક ભારત આવું હશેઃ ૨૧૦ બાળકોએ કલા કૃતિ પર લોકો આફ્રિન
ગિરિરાજ કેડિયા, IPS અજય ચૌધરીના સહયોગથી મોકા દ્વારા પ્રેરણારૃપ કાર્ય :ગુજરાત રાજ્ય સ્થાપના દિવસે એકતા, અખંડિતતા અને પ્રગતિના રંગો દ્વારા સંદેશો આપ્યો

રાજકોટ તા. ૧ : ૬૬મા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૃપે MOCA ગાંધીનગર ખાતે ''કલા ઉત્સવ – ક્રિએટિવ આર્ટ ફેસ્ટ ફોર કિડ્સ''નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગુજરાતભરમાંથી ૫ થી ૧૫ વર્ષની વયના બાળકોએ આ કલા મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો.
મુખ્ય આકર્ષણોઃ બાળકોએ ચિત્રકામ, ફેસ માસ્ક મેકિંગ અને રંગોળી સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો. “My Dream”, “Indian Festivals” અને “Modern India” જેવી થીમ પર બાળકોએ પોતાના સપના, સાંસ્કૃતિક વારસો અને આધુનિક ભારતની કલ્પનાને રંગો દ્વારા કાગળ પર ઉતારી. બાળકોની કલાકૃતિઓમાં એકતા, વિવિધતા, પ્રગતિ અને કલ્પનાશીલતાનો સુંદર સંદેશ જોવા મળ્યો,
MOCA ગાંધીનગરના ચીફ ક્યુરેટર શ્રી ગિરિરાજ કડિયાએ જણાવ્યું કે, ''આ એક દુર્લભ અવસર છે જ્યારે રાજ્યમાં એક જ સાંસ્કૃતિક સ્થળે ૨૦૦થી વધુ બાળકો કલા દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવા એકત્ર થયા.''
સન્માન અને પુરસ્કારઃ તમામ બાળકોને ભાગીદારી પ્રમાણપત્ર આપવામાં આવ્યા, જ્યારે વિજેતા બાળકોને ઇનામ અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કરાયા. વાલીઓએ આ પહેલને બિરદાવતા જણાવ્યું કે બાળકોમાં સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધારવા માટે આવા મંચ જરૃરી છે.
MOCA નું વિઝનઃ ઐતિહાસિક મહુડી જૈન મંદિર નજીક આવેલું MOCA ગાંધીનગર એક ''લિવિંગ મ્યુઝિયમ''તરીકે વિકસી રહ્યું છે. ભવિષ્યમાં વર્કશોપ, આર્ટિસ્ટ રેસિડેન્સી, પ્રદર્શનો અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરાશે.
વધુ માહિતી માટે સંપર્કઃ ગિરિરાજ કડિયા – ચીફ ક્યુરેટર, MOCA ગાંધીનગર મોબાઈલઃ +૯૧ ૯૫૫૮૫ ૯૪૭૪૧ ઇમેલઃ moca gandhinagar @gmail.com.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
