News of Wednesday, 29th April 2026
નર્મદા જિલ્લા સંગઠન નિષ્ક્રિય હોવાના કારણે ચૂંટણીમાં આ પરિણામ પ્રાપ્ત થયું : સંત સમિતિ
જિલ્લામાં સંત સમિતિ દ્વારા 100 થી વધારે ગામડાઓમાં પ્રચાર કરી નિસ્વાર્થ ભાવે પાર્ટીને જીતાડવા પ્રયત્ન કરેલ પરંતુ જિલ્લા સંગઠન સદંતર નિષ્ક્રિય હોવાના કારણે આ પરિણામ મળ્યું

( ભરત શાહ દ્વારા )નર્મદા:ડેડીયાપાડાની અંદર પ્રધાનમંત્રી એ સ્વયમ બે વાર મુલાકાત લીધી છે રાજ્યના ગૃહ મંત્રીએ અનેકવાર મુલાકાત કરી છે પરંતુ ગ્રાઉન્ડ ઝીરોની હકીકત સત્ય જાણવા માટે પ્રયત્ન કર્યા નથી જિલ્લાના નેતાઓની નિષ્ક્રિયતાના પરિણામે જે પરિણામ આવ્યા છે તે સૌની સામે છે મતદારોની ઉપેક્ષા સામાજિક ક્ષેત્રમાં કામ કરતાંવ્યક્તિઓની ઉપેક્ષા ના કારણે જિલ્લામાં પાર્ટીને યોગ્ય પરિણામ મળ્યું નથી ઘણા દિવસથી જિલ્લા સંગઠનની અંદર નિરાશા જનક વાતાવરણ છે માટે આવનારા દિવસો આત્મ ચિંતન કરવું અનિવાર્ય છે જિલ્લા સંગઠનની અંદર પરિવર્તન ખૂબ જ જરૂરી છે જિલ્લામાં સંત સમિતિ દ્વારા 100 થી વધારે ગામડાઓમાં પ્રચાર કરી નિસ્વાર્થ ભાવે પાર્ટીને જીતાડવા પ્રયત્ન કરેલ પરંતુ જિલ્લા સંગઠન સદંતર નિષ્ક્રિય હોવાના કારણે આ પરિણામ પ્રાપ્ત થયું છે નગરની અંદર ધર્મ સત્તા રાજ્ય સત્તાને માર્ગદર્શન કરેલ પરિણામે નગરમાં હિંદુત્વવાદી પવન ફૂંકાયો અને વિજય પ્રાપ્ત થયો તે સત્ય હકીકત છે સૌ સાથે મળીને આત્મચિંતન સકારાત્મક અભિગમ સાથે આગળ વધીએ તે સમયની માંગ છે જિલ્લા સંત સમિતિ નર્મદા
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
