<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

IPLની ફાઈનલ મેચ પહેલા અમદાવાદનો આ રસ્તો રહેશે બંધઃ પ્રેક્ષકો માટે 182 બસ અને મેટ્રો દોડશે

જનપથ ટી થી મોટેરા સ્‍ટેડીયમ મેઇન ગેટથી કૃપા રેસીડેન્‍સીથી મોટેરા ગામ સુધી રાત્રે ર વાગ્‍યા સુધી અવર-જવર બંધ

મુંબઇઃ મેચ રસિયાઓ શાંતિથી સ્ટેડિયમમાં પહોંચી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે મેટ્રો પણ દોડાવવામાં આવશે. મેચ જોવા આવનારા લોકો ટ્રાફિકમાં ન ફસાય અને જાહેર પરિવહનમાં શાંતિથી જઈ શકે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અમદાવાદ: સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રવિવારે ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આઇપીએલની ફાઇનલ મેચ રમાવાની છે. જે માટે એએમટીએસ અને બીઆરટીએસે કુલ 182 બસો દોડાવવાનું નક્કી કર્યું છે. મેચ રસિયાઓ શાંતિથી સ્ટેડિયમમાં પહોંચી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે મેટ્રો પણ દોડાવવામાં આવશે.

મેચ જોવા આવનારા લોકો ટ્રાફિકમાં ન ફસાય અને જાહેર પરિવહનમાં શાંતિથી જઈ શકે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાથે જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટથી કૃપા રેસિડન્સીથી મોટેરા ગામ સુધીનો આવવા-જવાનો રસ્તો વાહનોની અવરજવર માટે સવારે 11 વાગ્યાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી બંધ રહેશે.

IPL ફાઈનલ મેચને પગલે જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટથી કૃપા રેસિડન્સીથી મોટેરા ગામ સુધીનો આવવા-જવાનો રસ્તો વાહનોની અવરજવર માટે સવારે 11 વાગ્યાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી બંધ રહેશે. વાહનચાલકો વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલથી વિસતથી જનપથ થઈ પાવર હાઉસ, પ્રબોધ રાવળ સર્કલ તથા કૃપા રેસિડન્સીથી ભાટ કોટેશ્વર રોડ, એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકશે.

એએમટીએસ અને બીઆરટીએસ તંત્ર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, આઇપીએલ મેચ માટે આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયા ઉમટી પડવાના છે. ત્યારે મોટેરા તરફના તમામ રોડ ઉપર ખાનગી વાહનોથી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય નહીં તે માટે તેમજ લોકો પોતાના વાહનને બદલે એએમટીએસ અને બીઆરટીએસનો ઉપયોગ કરે તે હિતાવહ હોવાથી બન્ને બસ સેવાની કુલ 182 બસો જુદા જુદા વિસ્તારોમાંથી સ્ટેડિયમ સુધી દોડાવાશે.

(2:42 PM IST)