તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
ચાલુ વર્ષે ૪૦૭ લોકોને સુરત PCB બ્રાન્ચે પાસાના પીંજરે પૂર્યા છેઃ પીઆઈ આર.એસ.સુવેરા
સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય, ‘અકિલા' સાથેની વાતચીતમાં PCB પીઆઈ આ કહેવત બોલી સફળતાનું રહસ્ય સમજાવ્યું ઓપરેશન ટ્રેપ હેઠળ ૧૦૦ દિવસમાં ૨૪૩ વોન્ટેડને દેશના ખૂણેખૂણેથી ઊંચકી લાવ્યા બાદ પણ સીપી અનુપમસિંહ ગેહલોતે સંતોષ લીધો નથી, ગુનાખોરી સામે મૂળ અભિયાન યથાવત

રાજકોટ, તા.૧૭: સુરતમાં માથાભારે તત્વો, વ્યાજખોરો, હત્યા, ખંડણી જેવા લોકોને સીધી સ્પર્શતા ગુનાઓને રોકવામાં લોકોના સહયોગથી અદભુત સફળતા મેળવ્યા બાદ સુરત પોલીસ અટકી નથી.
પોતાના કાર્યકાળ પહેલાંના છેલ્લા બે-ત્રણ દાયકાથી વોન્ટેડ અપરાધીઓને દેશના વિવિધ રાજ્યોના ખૂણેખૂણેથી ઉઠાવી લેવા માટે ૧૦૦ દિવસનું વિશેષ ઓપરેશન ચલાવવામાં આવ્યું, જેમાં ૨૪૩ નાસતા ફરતા અપરાધીઓને ઝડપી લેવાયા.
પોલીસ કમિશનરશ્રીએ હજુ સંતોષનો શ્વાસ લીધો નથી. ચાલુ વર્ષે જ કુલ ૪૦૭ વિવિધ ગુનાના આરોપીઓને પાસા હેઠળ રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે.
પોલીસ કમિશનરના પડછાયા જેવી PCB બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. સુવેરાએ ‘અકિલા' સાથેની વાતચીતમાં આ મોટી સિદ્ધિ અંગે કહેવત વર્ણવતા જણાવ્યું કે, ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય' આ કહેવત પોલીસ કમિશનરશ્રી ઉપર એકદમ ફિટ બેસે છે.
તેમણે ઉમેર્યું કે, જ્યારે પોલીસ પરિવારના વડા લોકો પ્રત્યે ખૂબ માનવીય અભિગમ દાખવી કોઈ જાતની મોટાઈ બતાવ્યા વગર કલાકો સુધી કાર્ય કરતા હોય, ત્યારે તેમની ટીમ તેમનામાંથી પ્રેરણા લીધા વગર ન રહે.(૨૩.૧૧)
કયા ગુનામાં કેટલા પાસા
ગુનાનો પ્રકાર પાસા
ભયજનક ૨૫૭
બુટલેગર ૧૦૩
જાતીય સતામણી કરનાર ૨૪
જુગારનો અડ્ડો ચલાવનાર ૦૧
વ્યાજખોરીની પ્રવળત્તિ ૦૭
સાયબર ક્રાઈમ ૧૨
અનૈતિક વેપારની પ્રવળત્તિ ૦૩
કુલઃ ૪૦૭
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
