News of Sunday, 12th July 2026
ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં ૨૦ ટકા વરસાદની ઘટ
રાજ્ય પરથી ટ્રફ પસાર થઈ રહ્યો હોવાથી માત્ર સામાન્ય વરસાદ જ રહેશે અને ભારે વરસાદ પડવાની શક્યતા નહિવત

અમદાવાદ :રાજ્યમાં ચોમાસાની સિઝન વચ્ચે પણ ઉકળાટ અને અસહ્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોની મહત્વની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્ય પરથી ટ્રફ પસાર થઈ રહ્યો હોવાથી માત્ર સામાન્ય વરસાદ જ રહેશે અને ભારે વરસાદ પડવાની શક્યતા નહિવત છે. ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં ૨૦ ટકા વરસાદની ઘટ પણ નોંધાઈ છે
આ ઉપરાંત, તારીખ ૧૨ થી ૧૪ જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ વહીવટી સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠે પવનની ગતિ ૨૦ થી ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની સંભાવના છે. આમ, હાલ પૂરતો પંથકમાં સાર્વત્રિક કે ભારે વરસાદનો કોઈ યોગ દેખાતો નથી.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
