<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

માતાપિતાને ન સાચવનારા બીજાને શું સાચવશે: માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મોકલતા સંતાનો સામે હર્ષ સંઘવીએ ટકોર કરી

તેમણે કહ્યું- આવા સંતાનો સામે કડક નિયમો બનાવવા જોઈએ. પરિવારની અવગણના કરતા સંતાનોનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ

અમદાવાદ :વૃદ્ધ માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મોકલતા સંતાનો સામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટકોર કરી છે. તેમણે કહ્યુ કે માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મોકલતા સંતાનોનો સામાજિક રીતે બહિષ્કાર કરવો જોઈએ. માતાપિતાને ન સાચવનારા બીજાને શું સાચવશે, તેવી તેમણે ટકોર કરી હતી 

 હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યુ કે આવા સંતાનો સામે કડક નિયમો બનાવવા જોઈએ. પરિવારની અવગણના કરતા સંતાનોનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ તેવુ તેમણે જણાવ્યુ. મહેસાણાના વિજાપુરમાં બહુચર પાટીદાર વાડીના ઉદ્દઘાટન પ્રસંગે હર્ષ સંઘવીએ  આ નિવેદન આપ્યુ હતુ.

(7:03 PM IST)