<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

અમદાવાદના સરખેજ-જુહાપુરા એમડી (MD) ડ્રગ્સ ફેક્ટરી કેસના તાર રાજસ્થાન સુધી લંબાયા

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા પ્રતાપગઢના જંગલમાંથી અખ્તર અને જુનેદ ઝડપાયા

અમદાવાદના સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં પકડાયેલા ચકચારી એમડી (MD) ડ્રગ્સ ફેક્ટરી પ્રકરણમાં તપાસ કરતી કેન્દ્રીય એજન્સી નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ને મોટી સફળતા મળી છે. આ ડ્રગ્સ નેટવર્કના તાર રાજસ્થાન સુધી લંબાયેલા હોવાનું ખૂલતા એનસીબીની ટીમ દ્વારા મોડી રાત્રે સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સ્નિફર ડોગ્સની મદદથી રાજસ્થાનના પ્રતાપગઢના જંગલમાંથી ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપીઓ અખ્તર અને જુનેદને ઝડપી લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આ ડ્રગ્સ બનાવવા માટે મધ્યપ્રદેશથી રો-મટિરિયલ (કાચો માલ) મંગાવવામાં આવતો હતો; હાલ આ રેકેટમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓ સુધી પહોંચવા માટે એજન્સી દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે

(10:17 PM IST)