<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

રાજપીપળા સોનીવાડમાં ફોનમાં મોબાઇલ પર મેસેજ બાબતે બોલાચાલી બાદ ચપ્પુ મારી ધમકી આપતા ફરિયાદ

ચપ્પુ મારી જતા જતા ધમકી આપતો ગયેલ કે, આજે તો તમને જવા દવ છુ બીજી વાર તો પુરો જ કરી નાખીશ”

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા શહેરના સોનીવાડ વિસ્તારમાં મોબાઇલમાં મેસેજ કરવા બાબતે બોલાચાલી થતા એક યુવાને બીજા પર ચપ્પુ વડે હુમલો કરી ઇજા કરી જાન મારી નાંખવાની ધમકી આપી છે.


મળતી વિગતો અનુસાર અંકીતકુમાર અલ્પેશભાઇ વસાવા ( હાલ રહે.સીધીવાડ રાજપીપલા,  મુળ રહે.ભાવપુરા (વેલુગામ) તા.ઝગડીયા જી.ભરુચ) નાઓએ આપેલ ફરિયાદ મુજબ રાહુલકુમાર રવિંદ્રભાઇ વસાવા રહે.સોનીવાડ નાઓ એ ફરીયાદીને કહેલ કે, તારા વોટ્સ એપ મેસેજ જોવા લિધેલ મારો ફોન પડી ગયેલ અને ટુટી ગયેલ છે તેમ કહી ફોનમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદી તથા તેના મિત્રો સાથે સોનીવાડ રાજપીપલા ખાતે ઝગડા બાબતે વાતચીત કરવા ગયેલ તે વખતે (૧) રાહુલકુમાર રવિંદ્રભાઇ વસાવા તથા (૨) અજય તડવી (બન્ને રહે. સોનીવાડ રાજપીપલા તા.નાંદોદ જી. નર્મદા) એ ફરિયાદીને તથા ફરિયાદીના મિત્ર હર્ષિકેશ સુનીલભાઇ તડવીને ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ઝપાઝપી કરી ત્યારબાદ અજય તડવીએ હર્ષિકેશ સુનીલભાઇ તડવીને ડાબા હાથના બાવડાના ભાગે ચપ્પુ મારી જતા જતા ધમકી આપતો ગયેલ કે, આજે તો તમને જવા દવ છુ બીજી વાર તો પુરો જ કરી નાખીશ” તેવી ધમકી આપી હોય રાજપીપળા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:23 PM IST)