<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

ર૭૭ કિલો ગૌમાંસ સાથે પકડાયેલ ત્રણને આજીવન કેદ

કલોલ કોર્ટનો મહત્વનો ચુકાદો

ગાંધીનગરઃ કલોલ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. જેમાં જામળા ગામે ૨૭૭ કિલો ગૌમાંસના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઇ છે. સાથે દરેક આરોપીને ર લાખનો દંડ ફટકારવાનો હુકમ કરાયો છે.

રર ઓગસ્ટ, ર૦ર૪ ના રોજ ગેરકાયદે ગૌકતલનો બનાવ બન્યો હતો. કલોલ તાલુકા પોલીસની તપાસ બાદ કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો, સાક્ષીઓની જુબાની અને પુરાવાઓના આધારે કોર્ટનો ચુકાદો આવ્યો છે.

 

(3:54 PM IST)