<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

અમદાવાદના દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસના સમર્થનમાં ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી

AIMIMના બે ઉમેદવાર પઠાણ અસફાક ખાન અને કરિશ્મા કુરેશી તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર શહેઝાદ પટણી એ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું

અમદાવાદના દાણીલીમડા વોર્ડમાં ચૂંટણી પહેલા જ રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં કુલ ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. AIMIMના બે ઉમેદવાર પઠાણ અસફાક ખાન અને કરિશ્મા કુરેશી તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર શહેઝાદ પટણી એ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. 

 મળતી માહિતી મુજબ, આ ત્રણેય ઉમેદવારોએ કોંગ્રેસના સમર્થનમાં ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. તેમનો દાવો છે કે તેમની ઉમેદવારીથી ભાજપને રાજકીય રીતે લાભ મળી શકે તેમ હતો, જેના કારણે તેમણે આ નિર્ણય લીધો. અંતે ત્રણેય ઉમેદવારો કોંગ્રેસમાં જોડાયા હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે દાણીલીમડા વોર્ડમાં ચૂંટણી સમીકરણો વધુ રસપ્રદ બન્યા છે.

(7:22 PM IST)