તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
9 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર યોજાશે : ચોમાસુ સત્રમાં 8 વિધેયક રજૂ કરાશે
ચોમાસુ સત્રમાં રાજ્ય સરકાર લાવશે અલગ અલગ વિધેયક. કુલ 8 અલગ અલગ વિધેયક સત્રમાં રજૂ થશે

ગાંધીનગર : 9 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસું સત્ર યોજાશે. ચોમાસુ સત્રમાં રાજ્ય સરકાર લાવશે અલગ અલગ વિધેયક. કુલ 8 અલગ અલગ વિધેયક સત્રમાં રજૂ થશે. 1- ઉદ્યોગો માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક આવશે. 2- મહેસૂલ વિભાગનું જમીન ટુકડા અને એકત્રીકરણ સુધારા વિધેયક આવશે. 3- પશુઓને શુધ્ધ આહાર મળી રહે માટે પશુધન આહાર વિધેયક આવશે. 4- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક આવશે. 5- જમીન મહેસૂલ સુધારા વિધેયક. 6- ગુજરાત ભાડા વિધેયક. 7- ગુજરાત કૃષિ યુનિવર્સિટી સુધારા વિધેયક. 8- ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
