<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરૂ : પ્રથમ દિવસે વિવિધ વિભાગોના પ્રશ્નોત્તરી, કમિટિ અહેવાલ અને શોકદર્શક ઉલ્લેખો હાથ ધરાશે

પ્રથમ દિવસે સામાન્ય વહીવટ, મહેસૂલ, માર્ગ અને મકાન તેમજ નર્મદા સહિતના વિભાગોના પ્રશ્નોની કામગીરી બાદ સ્વ. મંત્રી યોગેશભાઈ પટેલ અને પૂર્વ મંત્રીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર:ગુજરાત વિધાનસભાનું સત્ર આજથી ત્રણ દિવસ માટે મળી રહ્યું છે. આ સત્રના પ્રથમ દિવસે સામાન્ય વહીવટ વિભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા, કલ્પસર, જળસંપત્તિ અને કલ્પસર, બંદરો અને પ્રસારણ તેમજ તમામ નીતિવિષયક બાબતોને લગતા પ્રશ્નોની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પ્રથમ પ્રશ્નોત્તરી કાળ બાદ વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિના ૧૫મા અહેવાલની રજૂઆત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા ગૃહ સમક્ષ મૂકવામાં આવશે.

આ કામગીરી બાદ શોકદર્શક ઉલ્લેખોની કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં સ્વ. યોગેશભાઈ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રીઓ મોહનસિંહ રાઠવા, લલિતભાઈ પટેલ, સુનિલભાઈ ગામીત તેમજ ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય પોપટલાલ પટેલને શ્રદ્ધાંજલિ આપવામા આવશે. ત્યારબાદ સરકારી વિધેયકોની કામગીરી હાથ ધરવામાં આવશે.

(1:25 PM IST)