News of Thursday, 30th July 2026
વિરમગામના સચાણા ગામ નજીક ભારે વરસાદ બંધ થયાને ત્રણ દિવસ વીતી ગયા છતાં પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા
ઓગણ રોડ પર આવેલી આગમ રેસીડેન્સી સહિતના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી રહેવાસીઓના જનજીવન પર ગંભીર અસર પડી

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના સચાણા ગામ નજીક ભારે વરસાદ બંધ થયાને ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ઓગણ રોડ પર આવેલી આગમ રેસીડેન્સી સહિતના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી રહેવાસીઓના જનજીવન પર ગંભીર અસર પડી રહી છે. પાણીના ભરાવાને કારણે અવરજવર મુશ્કેલ બની છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા હજુ સુધી અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોને રોજિંદી જીવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
