તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
પાટણના હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તોડનાર ત્રણ પરિવારોને સમાજની બહાર કરવામાં આવ્યા
હારિજના ત્રણ અલગ અલગ ગામોમાં ઠાકોર સમાજના પરિવારો સામે સમાજ દ્વારા કાર્યવાહી :આ પરિવારોને ત્યાં લગ્ન પ્રસંગે રાસ ગરબાનું આયોજન કરાયું હતું.

ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું હતું. આ બંધારણનો અમલ થતાંની સાથે જ સમાજમાં વિવાદો સામે આવ્યા હતાં. સિંગર ગબ્બર ઠાકોરને ડિજે વગાડવા મુદ્દે સમાજની બહાર કર્યા બાદ વધુ વિવાદો સામે આવ્યા હતાં. હવે સમાજનું બંધારણ તોડવા મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાટણના હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તોડનાર ત્રણ પરિવારોને સમાજની બહાર કરવામાં આવ્યા છે.
તાજેતરમાં જ પાટણના હારીજમાં લગ્ન પ્રસંગે ગરબા યોજાયા હતાં. જેમાં સમાજના બંધારણના નિયમોનો ભંગ થયો હતો. હારિજના ત્રણ અલગ અલગ ગામોમાં ઠાકોર સમાજના પરિવારો સામે સમાજ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બંધારણ તોડવા મામલે ત્રણ પરિવારોને સમાજની બહાર કરવામાં આવ્યા છે. આ પરિવારોને ત્યાં લગ્ન પ્રસંગે રાસ ગરબાનું આયોજન કરાયું હતું. સમાજ દ્વારા અર્જુન ઠાકોરના સારરિયા પક્ષ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ પરિવારો સામે સમાજે તમામ પ્રકારના વ્યવહાર બંધ કર્યા છે.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
