તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
મારા ત્રણ વોર્ડમાં ત્રણ પગપુરીઓ પેસી ગઇ.જે ભાજપને નુકશાન કરશે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે મીડિયા સામે ફરી બળાપો કાઢ્યો
જેણે જરાય ભાજપનું કામ ન કર્યું હોય, ભાજપના કામમાં દેખાયો પણ ના હોય, તેવા લોકો અમારા ભાજપના નેતાઓ પણ કહે કે આવા લોકોને ટિકિટ નહીં આપીયે પણ આવી ' પગપુરીઓ' ઘુસી જાય છે

વડોદરા શહેર ભાજપના 19 વોર્ડના 76 ઉમેદવારોના નામોની જાહેરાત થતાની સાથે અનેક કાર્યકરોમાં નારાજગી છવાઇ હતી. આ સાથે ગુજરાત વિધાનસભાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલની પણ નારાજગી છેલ્લે છેલ્લે બહાર આવી હતી. સયાજીગંજના પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાના પુત્ર હીરેન સુખડીયાની ભાજપે પસંદગી કરતા અનેકના પેટમાં તેલ રેડાયું હતુ. કાર્યાલયના ખર્ચને લઇ યોગેશ પટેલે હીરેન સુખડીયના માથે ટોપલો નાખતા મીડિયામાં નિવેદન કર્યું હતુ. ચૂંટણીની શરૂઆતથીજ ભાજપના કાર્યકરો અને સિનિયર નેતાઓમાં નારાજગી હતી. જે ડેમેજને શહેર ભાજપનું સંગઠન કંટ્રોલ કરવામાં સદ્દંતન નિષ્ફળ સાબીત થયું છે.
કારણ કે, આજરોજ મહાનગર પાલિકાના મહત્વના હોદ્દા મેયર, ડેપ્યૂટી મેયર, સ્ટેન્ડીંગ ચેરમેનની પસંદગી માટે આજે વડોદરા શહેર કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આ સમયે શહેરના વોર્ડના પ્રમુખ, ચૂંટાયેલા ઉમેદવારો, મહામંત્રી, ધારાસભ્યો અને સાંસદ પણ હાજર રહ્યાં હતા. તે સમયે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે મીડિયા સામે ફરી બળાપો કાઢ્યો હતો.
મીડિયા સાથે વાત કરતા યોગેશ પટેલે જણાવ્યું કે, “ઘણી પગપુરીઓ મારા વોર્ડમાં પણ ઘૂસી ગઇ છે. ઘમા લોકો બાધા રાખે છે, ચાલતો જઇશ અને પુરી વહેંચીશ જેને પગપુરી કહેવાય છે. મારા વોર્ડમાં 17, 18 અને 19માં આવી પગપુરીઓ ઘૂસી ગઇ છે. ધણા લોકોને બાળક જન્મે ત્યારે ચાલતા ન શકે ત્રણ ચાર વર્ષ એટલે બાધા રાખે છે. ભાજપમાં પણ એવું છે, જેણે જરાય ભાજપનું કામ ન કર્યું હોય, ભાજપના કામમાં દેખાયો પણ ના હોય, તેવા લોકો અમારા ભાજપના નેતાઓ પણ કહે કે આવા લોકોને ટિકિટ નહીં આપીયે, પણ એમા આવા લોકો જે હોય ના ચાલનારા, એ લોકો બાધા રાખે છે, એના ઘરના બાધા રાખે છે, કે, આ ચાલતો થશેને તો પુરી વહેંચીશું એને “પગપુરી” કહેવાય. આ લોકો ભાજપનું કશું જાણતા નતી, જે ભાજપને ઘણુ નુકશાન કરે છે. ગઇ વખતે આજ રીતે પગપુરીઓ પેસી ગયેલી એને પણ ભાજપને ખુબ નુકશાન કર્યું છે. આ વખતે પણ મારા ત્રણ વોર્ડમાં ત્રણ પગપુરીઓ પેસી ગઇ છે, જે ભાજપને નુકશાન કરશે.”
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
