<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

તાપીના વ્યારાના કટાસવાણ ગામની સીમમાં ટેમ્પો પલટતાં ત્રણ લોકોના મોત: પાંચ ઘાયલ

શ્રમિકોને લઈ જતો પિકઅપ ટેમ્પો પલટી જતાં એક પુરુષ અને બે મહિલા મળી કુલ ત્રણ લોકોનાં મોત

તાપી જિલ્લાના વ્યારાના કટાસવાણ ગામની સીમમાં શ્રમિકોને લઈ જતો પિકઅપ ટેમ્પો પલટી જતાં એક પુરુષ અને બે મહિલા મળી કુલ ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, આશરે 10 શ્રમિકો પિકઅપ ટેમ્પામાં સવાર થઈ ખેતરમાં ડાંગર કાપવા જઈ રહ્યા હતા.

  આ દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટેમ્પો પલટી ગયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રમિકોને તાત્કાલિક વ્યારાની UNM હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:55 PM IST)