તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Wednesday, 24th June 2026
ઑલ ઇન્ડિયા ટોપ ૫૦માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી ઝળક્યા
CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો દબદબોઃલાઈબ્રેરીમાં રોજ ૮થી ૧૦ કલાક સેલ્ફ સ્ટડી અને યોગ્ય ટાઈમ મેનેજમેન્ટે અપાવી સફળતાઃ મોક્ષ રાઠોડ

અમદાવાદ : ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) દ્વારા સીએ (CA) ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે ઑલ ઇન્ડિયા લેવલે બંને ગ્રુપનું પરિણામ ૮.૪૭%, માત્ર ગ્રુપ-૧નું ૧૦.૨૫% અને ગ્રુપ-૨નું પરિણામ ૧૬.૧૧% રહ્યું છે. અમદાવાદ બ્રાન્ચે આ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. અમદાવાદ બ્રાન્ચમાં બંને ગ્રુપનું પરિણામ ૬.૫૫%, ગ્રુપ-૧નું ૯.૦૯% અને ગ્રુપ-૨નું પરિણામ ૨૧.૯૦% આવ્યું છે. નોંધનીય છે કે અગાઉ જાન્યુઆરીમાં બંને ગ્રુપનું પરિણામ ૧૩.૧૯% હતું, જેની સરખામણીએ આ વખતે પરિણામ ૬.૫૫% રહ્યું છે.
ઑલ ઇન્ડિયામાં ૫મો રેક્ન મેળવનારા મોક્ષ રાઠોડે જણાવ્યું કે, 'સીએ ફાઉન્ડેશનમાં મારો ૮મો રેક્ન હતો, તેથી ઇન્ટરમીડિયેટમાં પણ ટોપ રેક્ન લાવવાનો મારો લક્ષ્યાંક હતો. મેં જે.કે. શાહ ક્લાસીસમાં વહેલા જોડાઈને રોજનું રોજ રિવિઝન કરવાની ટેવ પાડી હતી. છેલ્લા ત્રણ મહિના મેં લાઈબ્રેરીમાં રોજ ૮થી ૧૦ કલાક સેલ્ફ સ્ટડી કરી છે. અભ્યાસને પ્રાધાન્ય આપવા મેં પરિવારના કેટલાક પ્રસંગો અને લગ્નો પણ જતા કર્યા હતા. છતાં, યોગ્ય ટાઈમ મેનેજમેન્ટના કારણે મેં ક્લાસીસમાં જ મિત્રો સાથે તહેવારોની ઉજવણી કરી હતી.'
મોક્ષના દાદા અને પપ્પા બંને પ્રેક્ટિસિંગ સીએ છે, એટલે તે પરિવારમાંથી ત્રીજી પેઢીનો સીએ બનશે. તેની માતાએ કોમ્પ્યુટર કોર્સ કરેલો છે અને તેનો ભાઈ મિકેનિકલ એન્જિનિયર બનીને ગૂગલમાં જોડાવા જઈ રહ્યો છે. મોક્ષ ભવિષ્યમાં ટેક્સેશન ક્ષેત્રે આગળ વધવા માંગે છે અને 'બિગ ફોર' કંપનીમાં મર્જર એન્ડ એક્વિઝિશન જેવા ફિલ્ડમાં આર્ટિકલશિપ કરવાની ઈચ્છા ધરાવે છે. સીએ ફાઇનલમાં પણ ટોપ ૧૦માં આવવાનું તેનું લક્ષ્ય છે. ૪૮૪ માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયામાં ૧૦મો રેક્ન પ્રાપ્ત કરનાર સ્તુતિ ગોયક્નાએ જણાવ્યું કે, 'આ સફળતા પાછળ દરરોજ ૧૦થી ૧૨ કલાકની નિયમિત અને સંપૂર્ણ શિસ્તબદ્ધ મહેનત રહેલી છે. આ સફરમાં મારા પરિવારે પણ ઘણાં બલિદાન આપ્યા છે. મેં છેલ્લા બે મહિનામાં ફેમિલી ફંક્શન અને પાર્ટીઓમાં જવાનું ટાળ્યું હતું, તો બીજી તરફ મારા પરિવારે પણ ટીવીનો અવાજ ધીમો રાખવા જેવી નાની-નાની બાબતોનું ધ્યાન રાખ્યું હતું. મારી મમ્મીએ મને અભ્યાસમાં કોઈ ખલેલ ન પડે તેની ખાસ કાળજી લીધી હતી. પરીક્ષા આપતી વખતે મારું મન એકદમ શાંત હતું. મેં બસ એટલું જ વિચાર્યું હતું કે મેં મારી શ્રેષ્ઠ તૈયારી કરી છે અને હવે બાકી બધું ભગવાન પર છોડી દેવું જોઈએ.'
દીકરીના આ પરિણામથી તેનો પરિવાર અત્યંત ખુશ છે અને તેની માતા ખુશીથી નિઃશબ્દ બની ગઈ હતી. સ્તુતિ હવે 'બિગ ફોર' કંપનીમાંથી આર્ટિકલશિપ કરીને ભવિષ્યમાં ટેક્સ અથવા ફાઇનાન્સ ક્ષેત્રે નિષ્ણાત બનવા માંગે છે.
ઓલ ઇન્ડિયામાં ૪૦મો રેક્ન મેળવનારા કનૈયા શર્માએ જણાવ્યું કે, 'મેં ખૂબ જ સમર્પણ (ડેડિકેશન) સાથે અભ્યાસ કર્યો છે. મારા શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન અને સીનિયર સીએના અનુભવોને અનુસરીને મેં આ લક્ષ્ય પૂરું કર્યું છે. હું રોજના ૮થી ૧૦ કલાક પ્રિપરેશન કરતો હતો. મેં ક્લાસ, હોમવર્ક અને જે દિવસે જે ભણાવવામાં આવ્યું હોય તેનું તે જ દિવસે રિવિઝન કરવા માટે એક ફિક્સ ટાઈમટેબલ બનાવી લીધું હતું.'
આ સફળતા માટે કનૈયાએ મિત્રો સાથે ફરવાનું, રવિવારની આઉટિંગ, ફેમિલી ફંક્શન અને તહેવારોની મજાનું પણ બલિદાન આપ્યું હતું. કનૈયાના પિતા વુડન ટેમ્પલ પોલિશ (લાકડાના મંદિર પર પોલિશ) કરવાનો વ્યવસાય કરે છે અને તેની માતા ગૃહિણી છે. મર્યાદિત સંસાધનો વચ્ચે પણ કનૈયાએ મેળવેલી આ સિદ્ધિ પ્રેરણાદાયી છે.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
