તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
કરજણના પિંગલવાળા ગમે ઢાઢર નદીમાં ત્રણ યુવાનો ડૂબ્યા :બે યુવકોનો આબાદ બચાવ : એકની શોધખોળ
વડોદરાના કરજણ તાલુકાના પિંગલવાળા ગામે ઢાઢર નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન 3 યુવાનો ડૂબી ગયા: ૨ યુવાનોનો આબાદ બચાવ થયો જ્યારે 1 યુવાન લાપતા

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કરજણના પિંગલવાળા ગામે આવેલી ઢાઢર નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ દરમિયાન વિસર્જન વિધિ કે સ્નાન ટાણે અચાનક 3 યુવાનો પાણીમાં ડૂબી જવાની ગંભીર ઘટના બની હતી.
નદીમાં 3 યુવાનો ડૂબવાની આ દુર્ઘટનામાં સમયસૂચકતા અને સ્થાનિકોની મદદથી 2 યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, જેથી તેમનો આબાદ બચાવ થયો છે. જોકે, હજુ સુધી એક યુવાન પાણીમાં લાપતા છે. પ્રાથમિક માહિતી મુજબ, ડૂબેલો અને લાપતા થયેલા આ યુવાન તાલુકાના જ માનપુરા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
