<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

વડોદરાના શિનોર પંથકમાં મેઘરાજાના વરસાદના બીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી

મોટાફોફળિયા, દામાપુરા તેમજ કંજેઠા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટાં તૂટી પડ્યા

વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં મેઘરાજાના વરસાદના બીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. છેલ્લા કેટલાક સમયથી જોવા મળેલા અસહ્ય ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ બાદ, બપોરના સમયે પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને મોટાફોફળિયા, દામાપુરા તેમજ કંજેઠા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટાં તૂટી પડ્યા હતા. 

  આ વરસાદના કારણે સમગ્ર પંથકમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે. નોંધનીય છે કે, શિનોર પંથકમાં ચાલુ સીઝન દરમિયાન અત્યાર સુધીમાં કુલ પોણા દસ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાઈ ચૂક્યો છે, અને લાંબા વિરામ બાદ ફરી શરૂ થયેલા આ વરસાદી માહોલને કારણે ઊભા પાકને નવું જીવનદાન મળતા જગતના તાત એવા સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.

 

(6:15 PM IST)