તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
નવરાત્રિમાં બે મોટા યાત્રાધામોમાં સમયમાં ફેરફાર કરાયો : અંબાજી-ચોટીલા જતાં ભક્તો ખાસ વાંચે : દર્શન-આરતી અને હવનના સમયમાં ફેરફાર
આસો નવરાત્રિ 11 થી 19 ઓક્ટોબર સુધી ઉજવાશે, અંબાજીમાં સવારે 7:30 અને સાંજે 6:30 આરતી, ચોટીલામાં પ્રથમ અને આઠમના દિવસે વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી

અમદાવાદ તા.૧૦ : શારદીય નવરાત્રિને લઈને બે મોટા યાત્રાધામોમાં સમયમાં ફેરફાર કરાયો છે, ભક્તો ઘરેથી નીકળતા પહેલા સમય નોંધી લેજો.
અંબાજી મંદિર - બનાસકાંઠા
શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૂર્યોદય-સૂર્યાસ્તમાં ઋતુ પ્રમાણે ફેરફારને કારણે નવો સમય જાહેર કરાયો છે:
- સવારે આરતી: 7:30 થી 8:00
- સવારે દર્શન: 8:00 થી 11:30
- રાજભોગ:12:00 વાગ્યે
- બપોરે દર્શન: 12:30 થી 16:15
- સાંજે આરતી: 18:30 થી 19:00
- સાંજે દર્શન: 19:00 થી 21:00
ઘટસ્થાપન 22 સપ્ટેમ્બરના બદલે આ વર્ષે 11 ઓક્ટોબરે સવારે 9:00 થી 10:30 દરમિયાન થશે. દુર્ગાષ્ટમી અને પૂનમના દિવસે સવારની આરતી વહેલી સવારે 6:00 વાગ્યે થશે.
ચોટીલા ચામુંડા ધામ - સુરેન્દ્રનગર
નવરાત્રિ મહોત્સવ 11 થી 19 ઓક્ટોબર સુધી ઉજવાશે. અહીં સમય આ મુજબ રહેશે.સવારની આરતી
પહેલું નોરતું (11 ઓક્ટોબર) અને આઠમું નોરતું (18 ઓક્ટોબર) - સવારે 4:00 વાગ્યે. બાકીના 7 દિવસ સવારે 5:00 વાગ્યે.પગથિયાના દ્વાર:આરતીના 30 મિનિટ પહેલા ખુલશે, એટલે કે 3:30 અને 4:30 વાગ્યે.સાંજની આરતી: રાબેતા મુજબ સૂર્યાસ્ત સમયે.હવનાષ્ટમી: 18 ઓક્ટોબરે ડુંગર ઉપર હવન અને બપોરે 2:30 વાગ્યે બીડું હોમાશે.
- *ભોજન પ્રસાદ: સામાન્ય દિવસે 11:00 થી 2:00 સુધી, પણ હવનાષ્ટમીના દિવસે બીડું હોમ્યા બાદ બપોરે 3:00 વાગ્યાથી શરૂ થશે.
ભીડને કારણે ભક્તોને સવારે 4 વાગ્યા સુધીમાં ડુંગર પરથી નીચે ઉતરી જવા અપીલ કરાઈ છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
