તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
રાજ્યના ૩૩ જિલ્લાના ૨૪૧ તાલુકામાં આજે સવારે ૬ થી રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં ભારે મેઘમહેર : સુરતના અંબિકામાં ૨૦.૪૩ ઇંચ, ડોલવણમાં ૧૫.૮૭ ઇંચ અને વાંસદામાં ૧૫.૩૯ ઇંચ ભારે વરસાદથી જળબંબાકાર
સુરતના અંબિકામાં ૨૦.૪૩ ઇંચ, ડોલવણમાં ૧૫.૮૭ ઇંચ, વાંસદામાં ૧૫.૩૯ ઇંચ, વાસોમાં ૧૪.૫૩ ઇંચ, નડિયાદમાં ૧૩.૧૫ ઇંચ, નેત્રંગમાં ૧૨.૬૦ ઇંચ, આણંદમાં ૧૦.૬૭ ઇંચ અને ઉમરપાડામાં ૧૦.૪૭ ઇંચ વરસાદ નોંધાયો : જુઓ તાલુકાવાર સંપૂર્ણ લિસ્ટ

ગાંધીનગર: રાજ્યમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું ચાલુ રાખતા આજે સવારે ૬:૦૦ વાગ્યાથી રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધીના ૧૮ કલાકના સમયગાળા દરમિયાન તમામ ૩૩ જિલ્લાઓના કુલ ૨૪૧ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અધિકૃત ડેટા અનુસાર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ધોધમારથી અતિભારે વરસાદી આંકડાઓ સામે આવ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, જેમાં સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં સૌથી વધુ ૨૦.૪૩ ઇંચ (૫૧૯ મીમી) વરસાદ ખાબક્યો છે. તાપીના ડોલવણ તાલુકામાં ૧૫.૮૭ ઇંચ (૪૦૩ મીમી) તથા નવસારીના વાંસદામાં ૧૫.૩૯ ઇંચ (૩૯૧ મીમી) આકાશી આફતરૂપી વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના વાસો તાલુકામાં ૧૪.૫૩ ઇંચ (૩૬૯ મીમી) અને નડિયાદમાં ૧૩.૧૫ ઇંચ (૩૩૪ મીમી) અનરાધાર વરસાદ નોંધાયો છે. ભરૂચના નેત્રંગમાં ૧૨.૬૦ ઇંચ (૩૨૦ મીમી), આણંદ તાલુકામાં ૧૦.૬૭ ઇંચ (૨૭૧ મીમી) અને સુરતના ઉમરપાડામાં ૧૦.૪૭ ઇંચ (૨૬૬ મીમી) ભારે વરસાદ નોંધાયો છે.
અન્ય તાલુકાઓની વિગતવાર સ્થિતિ પર નજર કરીએ તો:
દક્ષિણ ગુજરાત: વલસાડના ધરમપુરમાં ૧૦.૩૯ ઇંચ, સુરતના માંગરોળમાં ૯.૯૬ ઇંચ, ડાંગના વાસદા/વાઘઈમાં ૯.૭૬ ઇંચ અને સુબિરમાં ૯.૩૩ ઇંચ વરસાદ થયો છે. નવસારી શહેરમાં ૮.૩૫ ઇંચ, પલસાણામાં ૮.૧૯ ઇંચ, ખેરગામમાં ૮.૦૩ ઇંચ અને નર્મદાના ગરૂડેશ્વરમાં ૭.૮૭ ઇંચ વરસાદ નોંધાયો છે. બારડોલીમાં ૭.૪૮ ઇંચ, ઓલપાદમાં ૭.૦૧ ઇંચ, જલાલપોરમાં ૬.૯૩ ઇંચ, સાગબારામાં ૬.૪૨ ઇંચ, વાલોડમાં ૬.૨૬ ઇંચ, વ્યારામાં ૫.૯૪ ઇંચ, વલસાડ શહેરમાં ૫.૮૭ ઇંચ, અંકલેશ્વરમાં ૫.૫૧ ઇંચ, તિલકવાડામાં ૫.૪૭ ઇંચ અને ભરૂચ શહેરમાં ૫.૩૯ ઇંચ વરસાદ વરસી ગયો છે. સુરત સિટીમાં ૫.૧૬ ઇંચ અને વાલિયામાં ૫.૧૨ ઇંચ પાણી પડ્યું છે.
મધ્ય ગુજરાત: આણંદના બોરસદમાં ૯.૨૧ ઇંચ, ખેડાના મહુધામાં ૯.૨૧ ઇંચ, ખંભાતમાં ૯.૧૭ ઇંચ, પેટલાદમાં ૮.૬૬ ઇંચ, સોજિત્રામાં ૮.૬૨ ઇંચ અને તારાપુરમાં ૭.૫૬ ઇંચ વરસાદ વરસ્યો છે. મહિસાગરના બાલાસિનોરમાં ૬.૨૨ ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં ૬.૧૮ ઇંચ, માતરમાં ૬.૧૪ ઇંચ અને મહેમદાવાદમાં ૫.૫૧ ઇંચ નોંધાયો છે. કાલોલમાં ૫.૩૫ ઇંચ, નાંદોદમાં ૫.૩૧ ઇંચ, કઠલાલમાં ૫.૦૦ ઇંચ, બોડેલીમાં ૪.૮૦ ઇંચ, ડભોઈમાં ૪.૦૨ ઇંચ, ડેસરમાં ૩.૯૮ ઇંચ અને વડોદરા શહેરમાં ૩.૩૧ ઇંચ વરસાદ નોંધાયો છે.
ઉત્તર ગુજરાત: સાબરકાંઠાના તલોદમાં ૫.૨૦ ઇંચ વરસાદ પડ્યો છે. મહેસાણાના કડીમાં ૪.૦૬ ઇંચ અને જોટાણામાં ૩.૫૮ ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લાના દેત્રોજ-રામપુરામાં ૩.૮૬ ઇંચ, વિરમગામમાં ૨.૦૯ ઇંચ અને અમદાવાદ શહેરમાં ૨.૩૨ ઇંચ વરસાદ વરસી ગયો છે. ગાંધીનગરના કલોલમાં ૨.૫૬ ઇંચ, માનસામાં ૨.૩૨ ઇંચ અને ગાંધીનગર શહેરમાં ૧.૪૬ ઇંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ: ભાવનગરના પાલિયાણામાં ૩.૧૫ ઇંચ, મહુવામાં ૨.૪૪ ઇંચ અને સિહોરમાં ૨.૧૭ ઇંચ વરસાદ પડ્યો છે. અમરેલીના રાજુલામાં ૧.૮૯ ઇંચ, સાવરકુંડલામાં ૧.૩૮ ઇંચ, બોટાદમાં ૧.૨૨ ઇંચ, સુરેન્દ્રનગરના દસાડામાં ૧.૦૬ ઇંચ વરસાદ થયો છે. કચ્છના ગાંધીધામમાં ૦.૮૭ ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં ૦.૭૯ ઇંચ, રાજકોટના જસદણમાં ૦.૩૯ ઇંચ અને જામનગરના જોડિયામાં ૦.૫૧ ઇંચ સામાન્ય વરસાદી ઝાપટાં નોંધાયા છે.
રાજ્યભરમાં સવારે ૬ વાગ્યાથી સતત વરસેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરી માટે ટીમોને તૈનાત રાખવામાં આવી છે.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
