<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

રાજ્યના ૨૬ જિલ્લાના ૧૮૧ તાલુકાઓમાં આજે સવારે ૬ થી સાંજના ૬ વાગ્યા સુધીમાં સુપડાધારે મેઘમહેર : સુરતના કામરેજમાં સૌથી વધુ ૧૫.૮૭ ઇંચ, પલસાણામાં ૧૪.૦૬ ઇંચ અને સુરત શહેરમાં ૧૨.૨૪ ઇંચ આભ ફાટ્યું જેવા દ્રશ્યો

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : નવસારીમાં ૧૦.૩૧ ઇંચ, મહુવામાં ૭.૮૩ ઇંચ, જલાલપોરમાં ૭.૭૬ ઇંચ, બારડોલીમાં ૭.૫૨ ઇંચ, અંબિકામાં ૬.૮૧ ઇંચ, ડોલવણમાં ૬.૧૮ ઇંચ, સુબીરમાં ૫.૫૧ ઇંચ, વાલોડમાં ૫.૧૬ ઇંચ અને ગણદેવીમાં ૫.૦૮ ઇંચ ધબધબાટીભેર વરસ્યો વરસાદ

ગાંધીનગર:સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા સવારના ૦૬:૦૦ કલાકથી સાંજના ૧૮:૦૦ કલાક સુધીના ૧૨ કલાકના સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતના ૨૬ જિલ્લાના ૧૮૧ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. સૌથી ગંભીર પરિસ્થિતિ સુરત જિલ્લામાં જોવા મળી છે, જ્યાં કામરેજ અને પલસાણા તાલુકામાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે.

 

 સુરત જિલ્લામાં ૧૨ કલાકમાં રેકોર્ડબ્રેક વરસાદ:

આજે સવારથી જ સુરત જિલ્લામાં તોફાની ઇનિંગ શરૂ થઈ હતી. કામરેજ તાલુકામાં સવારે ૬ થી ૮ માં ૬૫ મિમિ અને બપોરે ૨ થી ૪ માં ૯૪ મિમિ તેમજ સાંજે ૪ થી ૬ ના બે કલાકમાં જ ૯૮ મિમિ વરસાદ ખાબકતાં ૧૨ કલાકનો કુલ વરસાદ ૧૫.૮૭ ઇંચ નોંધાયો છે. આવી જ રીતે પલસાણા તાલુકામાં સાંજના ૪ થી ૬ ના સમયગાળા દરમિયાન આભ ફાટ્યું હોય તેમ ૧૫૨ મિમિ વરસાદ સાથે દિવસનો કુલ વરસાદ ૧૪.૦૬ ઇંચ પર પહોંચી ગયો છે. સુરત શહેરમાં પણ મેઘતાંડવ જોવા મળ્યું હતું અને ૧૨ કલાકમાં કુલ ૧૨.૨૪ ઇંચ વરસાદ ઝીંકાતા સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું છે. સુરતના અન્ય તાલુકાઓમાં મહુવામાં ૭.૮૩ ઇંચ, બારડોલીમાં ૭.૫૨ ઇંચ, અંબિકામાં ૬.૮૧ ઇંચ, ચોર્યાસીમાં ૩.૨૭ ઇંચ, માંડવીમાં ૧.૮૧ ઇંચ, આરેથમાં ૧.૫૦ ઇંચ, ઓલપાડમાં ૧.૪૬ ઇંચ અને માંગરોળમાં ૦.૯૪ ઇંચ વરસાદ પડ્યો છે. ઉમરપાડામાં ૦.૭૫ ઇંચ વરસાદ નોંધાયો છે.

 

 નવસારી, તાપી અને ડાંગમાં જળબંબોળ:

નવસારી જિલ્લામાં પણ સવારથી જ અવિરત મેઘધારા વરસી રહી છે. નવસારી તાલુકામાં ૧૨ કલાકમાં ૧૦.૩૧ ઇંચ વરસાદ ખાબક્યો છે. જલાલપોર તાલુકામાં ૭.૭૬ ઇંચ અને ગણદેવીમાં ૫.૦૮ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. ચીખલીમાં ૫.૦૦ ઇંચ, વાંસદામાં ૩.૪૩ ઇંચ અને ખેરગામમાં ૩.૧૫ ઇંચ વરસાદ પડ્યો છે. તાપી જિલ્લાના ડોલવણમાં ૬.૧૮ ઇંચ, વાલોડમાં ૫.૧૬ ઇંચ અને વ્યારામાં ૩.૧૫ ઇંચ વરસાદ નોંધાયો છે. સોનગઢમાં ૧.૩૮ ઇંચ, ઉચ્છલમાં ૧.૦૬ ઇંચ અને ઉકાઈમાં ૧.૦૨ ઇંચ વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લાના સુબીરમાં સવારે ૮ થી ૧૦ ના ગાળામાં જ ૮૯ મિમિ વરસાદ સાથે દિવસનો કુલ વરસાદ ૫.૫૧ ઇંચ થયો છે. આ સિવાય ધ ડાંગ્સમાં ૨.૬૪ ઇંચ અને વઘઈમાં ૨.૩૬ ઇંચ વરસાદ પડ્યો છે.

 

 વલસાડ જિલ્લાની સ્થિતિ:

વલસાડ જિલ્લાના કપરાડામાં ૫.૦૦ ઇંચ અને નાનાપોંઢામાં ૪.૨૫ ઇંચ ભારે વરસાદ પડ્યો છે. પારડીમાં ૪.૦૨ ઇંચ, ધરમપુરમાં ૩.૭૪ ઇંચ, ઉમરગામમાં ૨.૦૫ ઇંચ અને વાપીમાં ૧.૯૩ ઇંચ વરસાદ નોંધાયો છે.

 

 મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પધરામણી:

દક્ષિણ ગુજરાત સિવાય ગાંધીનગરના દહેગામમાં બપોરે ૧૨ થી ૨ ના ગાળામાં ૬૦ મિમિ સાથે કુલ ૩.૫૦ ઇંચ વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં ૨.૮૭ ઇંચ, હિંમતનગરમાં ૨.૧૭ ઇંચ, તલોદમાં ૨.૧૩ ઇંચ, વિજયનગરમાં ૦.૩૫ ઇંચ, ઇડરમાં ૦.૩૫ ઇંચ અને વડાલીમાં ૦.૩૧ ઇંચ તેમજ ખેડબ્રહ્મામાં ૦.૧૬ ઇંચ વરસાદ નોંધાયો છે. અરવલ્લીના ધનસુરામાં ૨.૮૩ ઇંચ, મોડાસામાં ૨.૩૨ ઇંચ, બાયડમાં ૨.૨૪ ઇંચ, મેઘરાજમાં ૨.૧૭ ઇંચ, સાઠંબામાં ૦.૫૯ ઇંચ, ભિલોડામાં ૧.૧૦ ઇંચ, માલપુરમાં ૧.૦૨ ઇંચ અને શામળાજીમાં ૦.૯૮ ઇંચ વરસાદ પડ્યો છે. મહેસાણાના વિજાપુરમાં ૨.૩૨ ઇંચ, વિસનગરમાં ૦.૬૩ ઇંચ, કડીમાં ૦.૫૯ ઇંચ, જોટાણામાં ૦.5૯ ઇંચ, મહેસાણામાં ૦.૧૬ ઇંચ અને ખેરાલુમાં ૦.૦૮ ઇંચ વરસાદ નોંધાયો છે. ગાંધીનગર તાલુકામાં ૦.૭૯ ઇંચ અને કલોલમાં ૦.૪૭ ઇંચ તેમજ માણસામાં ૧.૬૫ ઇંચ વરસાદ પડ્યો છે.

 

ખેડા જિલ્લાના નડિયાદમાં ૧.૭૭ ઇંચ, કપડવંજમાં ૧.૬૯ ઇંચ, મહુધામાં ૧.૫૪ ઇંચ, મહેમદાવાદમાં ૧.૨૬ ઇંચ, વાસોમાં ૧.૦૬ ઇંચ, કઠલાલમાં ૦.૯૮ ઇંચ, ખેડામાં ૦.૭૯ ઇંચ, માતરમાં ૦.૬૩ ઇંચ, ગળતેશ્વરમાં ૦.૪૩ ઇંચ, ફાગવેલમાં ૦.૪૩ ઇંચ અને ઠાસરામાં ૦.૩૧ ઇંચ વરસાદ નોંધાયો છે. દાહોદના દાહોદ તાલુકામાં ૧.૮૧ ઇંચ, ગરબાડામાં ૦.૫૧ ઇંચ, લીમખેડામાં ૦.૩૯ ઇંચ, ફતેપુરામાં ૦.૩૯ ઇંચ, સંજેલીમાં ૦.૩૫ ઇંચ, ગોવિંદ ગુરુ લીમડીમાં ૦.૩૫ ઇંચ, ઝાલોદમાં ૦.૩૧ ઇંચ, ધાનપુરમાં ૦.૨૦ ઇંચ, સિંગવડમાં ૦.૧૨ ઇંચ, સુખસરમાં ૦.૧૨ ઇંચ અને દેવગઢબારિયામાં ૦.૦૮ ઇંચ વરસાદ પડ્યો છે.

 

અમદાવાદ સિટીમાં ૦.૭૧ ઇંચ, દેત્રોજ-રામપુરામાં ૦.૯૧ ઇંચ, ધોળકામાં ૦.૭૯ ઇંચ, દસક્રોઈમાં ૦.૬૩ ઇંચ, માંડલમાં ૦.૩૧ ઇંચ, સાણંદમાં ૦.૨૦ ઇંચ, બાવળામાં ૦.૨૦ ઇંચ, ધોલેરામાં ૦.૧૬ ઇંચ અને વિરમગામમાં ૦.૧૨ ઇંચ વરસાદ વરસી ગયો છે. આણંદના સોજીત્રામાં ૦.૬૩ ઇંચ, ઉમરેઠમાં ૦.૫૯ ઇંચ, આણંદ તાલુકામાં ૦.૪૭ ઇંચ, તારાપુરમાં ૦.૪૩ ઇંચ, પેટલાદમાં ૦.૩૫ ઇંચ, ખંભાતમાં ૦.૦ ઇંચ, બોરસદમાં ૦.૦૮ ઇંચ અને આંકલાવમાં ૦.૦૮ ઇંચ વરસાદ પડ્યો છે. ભરૂચના હંસોટમાં ૧.૦૨ ઇંચ, વાલિયામાં ૦.૨૮ ઇંચ, વાગરામાં ૦.૧૬ ઇંચ, ભરૂચ તાલુકામાં ૦.૧૬ ઇંચ, ઝગડિયામાં ૦.૧૬ ઇંચ, નેત્રંગમાં ૦.૧૨ ઇંચ, જંબુસરમાં ૦.૧૨ ઇંચ અને અંકલેશ્વરમાં ૦.૧૨ ઇંચ વરસાદ નોંધાયો છે. મહિસાગરના બાલાસિનોરમાં ૧.૧૮ ઇંચ, ખાનપુરમાં ૦.૩૯ ઇંચ, વીરપુરમાં ૦.૩૯ ઇંચ, કોથંબામાં ૦.૩૫ ઇંચ, કડાણામાં ૦.૧૬ ઇંચ અને લુણાવાડામાં ૦.૦૮ ઇંચ વરસાદ પડ્યો છે. નર્મદાના ડેડીયાપાડામાં ૧.૩૦ ઇંચ, ચીકદામાં ૦.૩૫ ઇંચ અને નાંદોદમાં ૦.૧૬ ઇંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના જામબુઘોડામાં ૦.૫૫ ઇંચ, મોરવા હડફમાં ૦.૩૫ ઇંચ, ગોધરામાં ૦.૩૫ ઇંચ, હાલોલમાં ૦.૩૫ ઇંચ, શહેરામાં ૦.૩૧ ઇંચ, કાલોલમાં ૦.૨૪ ઇંચ અને ઘોઘંબામાં ૦.૧૨ ઇંચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના જેતપુર પાવીમાં ૦.૫૧ ઇંચ, છોટાઉદેપુરમાં ૦.૩૫ ઇંચ, કડવાલમાં ૦.૨૦ ઇંચ, બોડેલીમાં ૦.૨૦ ઇંચ અને સંખેડામાં ૦.૦૮ ઇંચ વરસાદ પડ્યો છે. વડોદરાના વાઘોડિયામાં ૦.૨૪ ઇંચ, ડેસરમાં ૦.૧૨ ઇંચ, સાવલીમાં ૦.૦૮ ઇંચ અને વડોદરા તાલુકામાં ૦.૦૮ ઇંચ વરસાદ નોંધાયો છે.

 

 સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોના આંકડા:

ભાવનગરના ગારિયાધારમાં ૦.૯૧ ઇંચ, સિહોરમાં ૦.૭૫ ઇંચ, પાલીતાણામાં ૦.૭૫ ઇંચ, જેસરમાં ૦.૭૫ ઇંચ, મહુવામાં ૦.૭૧ ઇંચ, તળાજામાં ૦.૪૭ ઇંચ, ઉમરાળામાં ૦.૪૩ ઇંચ, ભાવનગર શહેરમાં ૦.૪૩ ઇંચ અને વલ્લભીપુરમાં ૦.૩૯ ઇંચ વરસાદ પડ્યો છે. અમરેલીના જાફરાબાદમાં ૦.૭૯ ઇંચ, રાજુલામાં ૦.૬૩ ઇંચ, ખાંભામાં ૦.૫૧ ઇંચ, સાવરકુંડલામાં ૦.૩૫ ઇંચ, લીલીયામાં ૦.૨૮ ઇંચ, અમરેલી તાલુકામાં ૦.૨૪ ઇંચ, બાબરામાં ૦.૧૬ ઇંચ, બગસરામાં ૦.૧2 ઇંચ અને ધારીમાં ૦.૧૨ ઇંચ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના કોડિનારમાં ૧.૩૦ ઇંચ, સુત્રાપાડામાં ૦.૬૭ ઇંચ, ગીર ગઢડામાં ૦.૫૯ ઇંચ, ઉનામાં ૦.૪૭ ઇંચ, પાટણ-વેરાવળમાં ૦.૩૫ ઇંચ અને તાલાલામાં ૦.૨૮ ઇંચ વરસાદ પડ્યો છે.

 

રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ૦.૩૯ ઇંચ, ધોરાજીમાં ૦.૨૮ ઇંચ, રાજકોટ શહેરમાં ૦.૧૬ ઇંચ, કોટડા સાંગાણીમાં ૦.૦૮ ઇંચ અને જેતપુરમાં ૦.૦૮ ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના જૂનાગઢ તાલુકા અને શહેરમાં ૦.૩૯ ઇંચ, મેંદરડામાં ૦.૩૫ ઇંચ, વંથલીમાં ૦.૩૧ ઇંચ, કેશોદમાં ૦.૨૮ ઇંચ, માળિયા હાટીનામાં ૦.૨૦ ઇંચ, માણાવદરમાં ૦.૦૪ ઇંચ અને માંગરોળમાં ૦.૦૪ ઇંચ વરસાદ પડ્યો છે. બોટાદના રાનપુરમાં ૦.૬૩ ઇંચ, બરવાળામાં ૦.૧૨ ઇંચ, બોટાદ તાલુકામાં ૦.૦૮ ઇંચ અને ગઢડામાં ૦.૦૪ ઇંચ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના દસાડામાં ૦.૩૫ ઇંચ, લીંબડીમાં ૦.૨૦ ઇંચ, લખતરમાં ૦.૧૬ ઇંચ, મૂળીમાં ૦.૧૬ ઇંચ અને ચુડામાં ૦.૦૮ ઇંચ વરસાદ પડ્યો છે. પાટણના સાંતલપુરમાં ૦.૧૨ ઇંચ, સામીમાં ૦.૦૮ ઇંચ અને શંખેશ્વરમાં ૦.૦૮ ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય મોરબીના વાંકાનેરમાં ૦.૧૬ ઇંચ વરસાદ નોંધાયો છે.

(7:52 PM IST)