તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
રાજ્યના ૨૯ જિલ્લાના ૧૮૫ તાલુકામાં આજે સવારે ૬થી સાંજે ૬ વાગ્યા સુધીમાં મેઘમહેર : ૦.૦૪ ઇંચથી લઈને મહત્તમ ૧૧.૪૬ ઇંચ સુધી નોંધાયો ભારે વરસાદ : જુઓ તાલુકાવાર લિસ્ટ
સુરતના અંબિકામાં ૧૧.૪૬ ઇંચ, નેત્રંગમાં ૧૧.૦૨ ઇંચ, ઉમરપાડામાં ૧૦ ઇંચ, માંગરોળમાં ૯.૮૮ ઇંચ, વાંસદામાં ૯.૮૪ ઇંચ, વસોમાં ૯.૫૩ ઇંચ, ડોલવણમાં ૯.૩૭ ઇંચ અને સુબીરમાં ૮.૫ ઇંચ વરસાદ નોંધાયો

ગાંધીનગર : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર વરસાદી આંકડા અનુસાર, રાજ્યમાં આજે સવારે ૬.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા સુધીના ૧૨ કલાકના સમયગાળા દરમિયાન કૂલ ૨૯ જિલ્લાના ૧૮૫ તાલુકાઓમાં સાર્વત્રિક અને નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાજ્યના અલગ અલગ પંથકોમાં ૦.૦૪ ઇંચથી લઈને મહત્તમ ૧૧.૪૬ ઇંચ સુધીનો ભારે વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
આજના ૧૨ કલાકના વરસાદી ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાઓ ઉપર મેઘરાજા ભારે મહેરબાન રહ્યા છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં ૧૧.૪૬ ઇંચ (૨૯૧ મીમી) નોંધાયો છે. આ સિવાય ટોપ-૮ સૌથી વધુ વરસાદ ધરાવતા શહેરો અને તાલુકાઓની વિગત જોઈએ તો, ભરૂચના નેત્રંગમાં ૧૧.૦૨ ઇંચ (૨૮૦ મીમી), સુરતના ઉમરપાડામાં ૧૦ ઇંચ (૨૫૪ મીમી), સુરતના માંગરોળમાં ૯.૮૮ ઇંચ (૨૫૧ મીમી), નવસારીના વાંસદામાં ૯.૮૪ ઇંચ (૨૫૦ મીમી), ખેડાના વસોમાં ૯.૫૩ ઇંચ (૨૪૨ મીમી), તાપીના ડોલવણમાં ૯.૩૭ ઇંચ (૨૩૮ મીમી) અને ડાંગના સુબીરમાં ૮.૫ ઇંચ (૨૧૬ મીમી) મુશળધાર વરસાદ ખાબક્યો છે.
રાજ્યના અન્ય તાલુકાઓની પરિસ્થિતિ પર નજર કરીએ તો, ખેડા જિલ્લાના નડિયાદમાં ૭.૯૧ ઇંચ, વલસાડના ધરમપુરમાં ૭.૮ ઇંચ, સુરતના અરેઠમાં ૭.૭૨ ઇંચ, આણંદના ખંભાળતમાં ૭.૫૬ ઇંચ, સુરતના પલસાણામાં ૭.૫૨ ઇંચ, નવસારી તાલુકામાં ૭.૪૪ ઇંચ, નવસારીના ખેરગામમાં ૭.૨૮ ઇંચ, સુરતના બારડોલી અને આણંદના બોરસદમાં ૭.૨૪-૭.૨૪ ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય આણંદના પેટલાદમાં ૬.૭૭ ઇંચ, નર્મદાના સાગબારામાં ૬.૨૬ ઇંચ, સુરતના ઓલપાડમાં ૬.૨૨ ઇંચ, આણંદ શહેરમાં ૬.૧ ઇંચ, નર્મદાના ગરુડેશ્વરમાં ૫.૯૪ ઇંચ, નવસારીના જલાલપોરમાં ૫.૯૧ ઇંચ અને ડાંગના વઘઈમાં ૫.૮૭ ઇંચ વરસાદ નોંધાયો છે.
પંચમહાલના જાંબુઘોડામાં ૫.૭૧ ઇંચ, તાપીના વાલોડમાં ૫.૫૯ ઇંચ, વ્યારામાં ૫.૪૭ ઇંચ, આણંદના સોજિત્રામાં ૫.૩૯ ઇંચ, ખેડાના મહુધામાં ૫.૨૪ ઇંચ, નર્મદાના તિલકવાડામાં ૫.૧૨ ઇંચ અને ભરૂચના અંકલેશ્વરમાં ૫.૦૪ ઇંચ વરસાદ પડ્યો છે. તે સિવાય નર્મદાના નાંદોદમાં ૫ ઇંચ, ભરૂચના વાલિયા તથા ભરૂચ શહેરમાં ૪.૮૪-૪.૮૪ ઇંચ, વલસાડ શહેરમાં ૪.૭૬ ઇંચ, સુરત શહેરમાં ૪.૫૭ ઇંચ, ડાંગ અને સોંગઢમાં ૪.૫૩-૪.૫૩ ઇંચ, નિઝરમાં ૪.૪૧ ઇંચ, મહુવા અને માંડવીમાં ૪.૩૭-૪.૩૭ ઇંચ, ઉકાઈમાં ૪.૩૩ ઇંચ અને હંસોટમાં ૪.૦૯ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
બીજી તરફ છોટાઉદેપુરના બોડેલીમાં ૩.૯૮ ઇંચ, સુરતના ચોર્યાસીમાં ૩.૯૪ ઇંચ, નવસારીના ચીખલીમાં ૩.૯ ઇંચ, કાામરેજમાં ૩.૭૮ ઇંચ, ગણદેવી અને મહેમદાબાદમાં ૩.૭-૩.૭ ઇંચ, કઠલાલ તથા ખેડા તાલુકામાં ૩.૪૩-૩.૪૩ ઇંચ, માતરમાં ૩.૩૯ ઇંચ, પારડીમાં ૩.૩૫ ઇંચ, નસવાડી તથા ઉચ્છલમાં ૩.૨૭-૩.૨૭ ઇંચ, ઝઘડિયામાં ૨.૯૧ ઇંચ, નાનાપોંઢામાં ૨.૮૭ ઇંચ અને બાલાસિનોરમાં ૨.૮ ઇંચ વરસાદ પડ્યો છે. જેતપુર પાવી (૨.૭૬ ઇંચ), કપરાડા (૨.૭૨ ઇંચ), શિનોર (૨.૬ ઇંચ), સંખેડા (૨.૫૨ ઇંચ), કલોલ (૨.૪ ઇંચ), દેતરોજ-રામપુરા તથા ચીકડા (૨.૩૬-૨.૩૬ ઇંચ), પાલિતણા અને ડભોઈ (૨.૩૨-૨.૩૨ ઇંચ) તથા ઉમરેઠ (૨.૨ ઇંચ) સહિત અમદાવાદ, વડોદરા, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, દાહોદ, અમરેલી, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લાના અન્ય તાલુકાઓમાં ૦.૦૪ ઇંચથી ૨.૦૯ ઇંચ સુધીની મેઘમહેર નોંધાઈ છે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
