<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

આજે અમિતભાઇ શાહના જન્‍મદિનની ઉજવણીઃ હીરામણિ વૃધ્‍ધાશ્રમમાં એ.ડી.સી. બેંક દ્વારા ભોજન

રાજકોટઃ ભારતના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના જન્‍મદિવસ નિમિતે આજે રર ઓકટોબરે હીરામણિ સાંધ્‍યજીવન કુટિર (વૃધ્‍ધાશ્રમ) અમદાવાદ ખાતે એ.ડી.સી. બેંક દ્વારા વડીલોને મનપસંદ ભોજન કરાવવામાં આવ્‍યું હતું. હીરામણિ સાંધ્‍યજીવન કુટિરના વડીલો દ્વારા અમિતભાઇ શાહના દીર્ધાયુ અને ઉત્તમ સ્‍વાસ્‍થય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સંસ્‍થાના વડા રાજયસભાના પૂર્વ સભ્‍ય શ્રી નરહરિ અમીને પણ અમિતભાઇને શુભેચ્‍છા પાઠવી હતી તેમ ભગવત અમીન સી.ઇ.ઓ. જણાવે છે

 

(2:25 PM IST)