તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
જામનગરના પૂર્વ મેયર અને GIDCના પૂર્વ ડાયરેક્ટર સનતભાઈ મહેતાનો આજે જન્મદિવસ
હાઉસિંગ બોર્ડ અને અખિલ ભારતીય મેયર પરિષદ જેવી સંસ્થાઓમાં સેવા આપનાર સક્રિય રાજકીય અગ્રણી પર શુભેચ્છકો તરફથી થઈ રહી છે અભિનંદનવર્ષા

રાજકોટ : જામનગરના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણી તેમજ પૂર્વ મેયર સનતભાઈ મહેતાનો આજે જન્મદિવસ છે. જામનગર મહાનગરપાલિકામાં મેયર તરીકેની સફળ કામગીરી બાદ તેમણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ મહત્વની જવાબદારીઓ સંભાળી છે. તેમના પ્રજાલક્ષી કાર્યો અને બહોળા અનુભવને કારણે આજે તેમના જન્મદિવસે વહેલી સવારથી જ ચાહકો અને શુભેચ્છકો તરફથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.
સનતભાઈ મહેતાએ ગુજરાત રાજ્યના બે અતિ મહત્વના ગણાતા બોર્ડ નિગમ, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) માં ડાયરેક્ટર તરીકે પણ સેવાઓ આપેલી છે. વહીવટી કુશળતા ધરાવતા સનતભાઈ હાલમાં નવી દિલ્હી ખાતે કાર્યરત અખિલ ભારતીય મેયર પરિષદમાં ડાયરેક્ટર તરીકે સક્રિય ફરજ બજાવી રહ્યા છે. તેમના આ વિશિષ્ટ અનુભવનો લાભ અવારનવાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને મળતો રહે છે. આજે તેમના જન્મદિને જામનગર સહિત સમગ્ર રાજ્યના રાજકીય આગેવાનો અને મિત્ર વર્તુળ દ્વારા તેમને ઉત્તરોત્તર પ્રગતિ અને સ્વાસ્થ્યપ્રદ જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. (મોબાઈલ નંબર: ૯૮૨૪૨ ૨૧૦૧૦)
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
