તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
પહેલગામ હુમલાની આજે પ્રથમ વાર્ષીક પુણ્યતિથિઃ૨૬ મૃતકોને ભાવભરી શ્રદ્ધાંજલી
૨૦૧૯ ના પુલવામા હુમલા પછી સૌથી મોટો આતંકવાદી હુમલો હતો ઓપરેશન સિંદૂર દ્વારા સરકારે આતંકવાદી ઓને આપ્યો જડબાતોડ જવાબ

(જીતેન્દ્ર રૂપારેલિયા)વાપીઃ કાશ્મીરના પહેલગામ માં ગત તા ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ આંતકવાદી હુમલો થયો હતો જેમાં ૨૬ નિર્દોષ પર્યટકો ના કરુણ મોત થયા હતા આજે તેમની પ્રથમ વાર્ષીક પુણ્યતિથિ વેળા એ તમામ મૃતકો ને ભાવભરી શ્રદ્ધાંજલી.
આવો આપણે આ ઘટના વિશે જાણીએ ગત તા.૨૨ મી એપ્રિલ ૨૦૨૫ ના રોજ પહેલગામ ના ખૂબ જ લોકપ્રિય પર્યટન સ્થળ એવા બૈસરન વેલીખાતે અનેક પર્યટકો કાશ્મીરની વાદીના કુદરતી સૌદર્ય નો નિર્દોષ ભાવે આનંદ માણી રહ્યા હતા ત્યારે અચાનક, કેટલાક આતંકવાદીઓએ ટૂરિસ્ટ વિસ્તારને ટાર્ગેટ બનાવ્યો,તેઓ સામાન્ય લોકો વચ્ચે ગયા અને અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું, આ હુમલો ખૂબજ નજીકથી કરવામાં આવ્યો, જેને પગલે લોકોને બચવા નો કોઈ જ મોકો ના મળ્યો હુમલા વેળાએ ત્યાં ઘણા પર્યટકો અને સ્થાનિક લોકો હાજર હતા, જેથી આંતકવાદી ઓ એ લગભગ ૨૬ લોકોનાં મોત ને દ્યાટ ઉતાર્યા, કેટલાય,લોકો ગંભીર રીતે ઘાયલ થયા, મરનારામાં મોટા ભાગે ટૂરિસ્ટ્સ હતા, જેના કારણે દેશભરમાં હાહાકાર મચી ગયો, વિશ્વભર ના દેશોએ નિંદા કરી.
શરૂઆતની તપાસમાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકીઓ પર શંકા વ્યક્ત થઈ, આ હુમલો સામાન્ય નાગરિકો પર કરાયો હતો,ભારતીય સુરક્ષા દળોએ તરત જ સર્ચ ઓપરેશન શરૂ કર્યુંસમગ્ર વિસ્તારમાં સિક્યોરિટી કડક કરી દેવામાં આવી સરકાર દ્વારા કડક નિવેદન અને આતંકવાદ સામે વધુ કાર્યવાહી શરૂ થઈઆ ઘટના આ ખુબ જ મહત્વ ની હતી કેમ કે ૨૦૧૯ ના પુલવામાં હુમલા પછી નો સૌથી મોટો હુમલો હતો, ખાસ કરીને ટૂરિસ્ટ્સ પર સીધો હુમલો હોવાથી આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચાયું.
સુરક્ષા દળો આર્મી , સી આર પી એફ અને પોલીસ, તરત એક્સન માં આવી તરત જ એરિયા કોર્ડન કરી દીધો,દ્યાયલોને ઝડપથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાસમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ થયું,આતંકવાદીઓને શોધવા માટે વિસ્તૃત કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું આસપાસના જંગલ અને પહાડી વિસ્તારોમાં દ્યેરાબંધી કરાઈ, અનેક શંકાસ્પદ લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા .
આ હુમલા ની આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા જોઈએ તો વિશ્વ ના અનેક દેશોએ આ હુમલાની નિંદા કરી,ખાસ કરીને નાગરિકો અને ટૂરિસ્ટો પર હુમલો થતા વૈશ્વિક સ્તરે ચિંતા વ્યક્ત થઈ
આ હુમલા ની સીધી અસર ટૂરિઝમ પર પડી,કાશ્મીર જવા માટેના દ્યણા લોકો એ ટ્રિપ કેન્સલ કરી ટૂરિસ્ટ વિસ્તારોમાં સિક્યોરિટી વધારવામાં આવીથોડા સમય માટે ટૂરિઝમ પર નકારાત્મક અસર પડી.હુમલા બાદ સરકાર ની આતંકવાદીઓ સામે આગળની કાર્યવાહીહાથ ધરી,સુરક્ષા દળોએ આતંકવાદી નેટવર્ક પર કડક કાર્યવાહી શરૂ કરી, કહેવાય છે કે કેટલાક એન્કાઉન્ટર માં માં આતંકીઓ ઠાર કરવામાં આવ્યા સ્થાનિકસપોર્ટ સિસ્ટમ નેતોડવાનો પ્રયાસથયો,કાશ્મીરમાં સિક્યોરિટી હાજરી વધુ વધીમોટા ટૂરિસ્ટ સ્પોટ્સ પર ચેકિંગ અને મોનીટરીંગ કડક થયું
આવી દ્યટનાઓને અટકાવવા માટે નવી રણનીતિ અપનાવવામાં આવી. અને ત્યાર બાદ મોદી સરકાર ની ઓપરેશન સિંદૂર વિશે કંઇ કહેવાની જરૂર નથી, આંતકવાદી ઓ ને ઘર માં ઘૂસી ધૂળ ચાટતા કરી દીધા એટલું જ નહિ વિશ્વ ને સંદેશ આપ્યો કે ભારત કોઇપણ હિસાબે આંતકવાદ ને સાંખી નહીં લે.
આજે ૨૨ મી એપ્રિલ ૨૦૨૬ ના રોજ પહેલગામ હુમલા માં જીવ ગુમાવનાર તમામ નિર્દોષ પર્યટકો અને સ્થાનિક લોકો ને ભાવભરી શ્રદ્ધાંજલી.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
