<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

આજે અને તા.૮-૯ મેના ગરમીનો પારો ૪૩ ડીગ્રીને વટાવશે

વેધરએનાલીસ્‍ટ અશોકભાઈ પટેલની તા.૨ થી ૯ મે સુધીની આગાહી : કાલથી ગુરૂવાર સુધી મહત્તમ તાપમાન ૪૧ થી ૪૩ ડીગ્રીની રેન્‍જમાં રહેશે, હાલ મહત્તમ નોર્મલ તાપમાન ૪૦.૫ થી ૪૧.૫ ડીગ્રી ગણાય

રાજકોટઃ આગામી સપ્‍તાહના અંત સુધી સૌરાષ્‍ટ્ર ગુજરાત અને કચ્‍છના ગરમ સેન્‍ટરોમાં મોટા ભાગના દિવસોમાં મહત્તમ તાપમાન ૪૧ થી ૪૩ ડીગ્રી વચ્‍ચેની રેન્‍જમાં રહેશે. જ્‍યારે આજે તેમજ તા.૮ અને ૯ મે ના ગરમીનો પારો ૪૩ ડીગ્રીને વટાવી જશે તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે.

તેઓએ જણાવેલ કે ગુજરાત રાજ્‍યના મોટા ભાગના વિસ્‍તારોમાં મહત્તમ તાપમાન નોર્મલથી ૧ડીગ્રી નીચેથી લઈને આશરે ૨ડીગ્રી સુધી વધુ નોંધાઈ રહ્યું છે.

જેમકે ગઈકાલે રાજકોટ ૪૨.૭ (નોર્મલથી ૧.૩ડીગ્રી વધુ), ડીસા ૪૦.૮ (નોર્મલથી ૦.૨ ડીગ્રી વધુ), અમરેલી ૪૧.૯ (નોર્મલ), અમદાવાદ ૪૩.૩ (નોર્મલથી ૧.૭ ડીગ્રી વધુ), વડોદરા ૩૯.૬ (નોર્મલથી ૧.૧ડીગ્રી નીચું), ભુજ ૪૦.૪ (નોર્મલથી ૦.૪ ડીગ્રી વધુ)

હાલ ગુજરાતના મોટા ભાગના વિસ્‍તારોમાં નોર્મલ મહત્તમ તાપમાન ૪ થી ૫ડીગ્રી ગણાય.

જાણીતા વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને કચ્‍છ માટે ૨ મે થી ૯મે સુધીની આગાહી કરતાં જણાવેલ કે પવનો મુખ્‍યત્‍વે પヘમિી રહેશે.

 પવનની ઝડપ આવતીકાલ સુધી ૧૫ થી ૨૫ કકિમી/કલાક ત્‍યારબાદ ૫ થી ૧૦ કિમી/કલાકનો ઘટાડો જોવા મળશે. મ

ોટાભાગના દિવસોમાં આકાશ મુખ્‍યત્‍વે ખુલ્લું રહેવાની શક્‍યતા છે. ગુજરાત રાજ્‍યના હોટ સેન્‍ટરોમાં મોટાભાગના દિવસોમાં મહત્તમ તાપમાન ૪૧ થી ૪૩ ડીગ્રીની રેન્‍જમાં રહેવાની શક્‍યતા છે.

આજે તેમજ ૮-૯મે આસપાસ એકાદ-બે સેન્‍ટરોમાં તાપમાન ૪૩ડીગ્રી થી વધુ જઈ શકે છે. આગાહી સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં ૧ થી ૩ ડીગ્રીનો ફેરફાર શક્‍ય છે, છતાં મોટાભાગના દિવસોમાં તે આગાહી કરેલી રેન્‍જમાં રહેવાની શક્‍યતા છે.

(3:12 PM IST)