તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Tuesday, 12th May 2026
આજના યુગમાં બાળકો મોબાઈલથી દુર રહે અને વેકેશનમાં બાળકોની એક્ટિવિટી માં સુધારો કરવા સમર કેમ્પનું આયોજન
સમર કેમ્પ દ્વારા બાળકોમાં રહેલી રુચિ બહાર આવે અને આ વેકેશન દરમ્યાન બાળકો પોતાનું ભણતર પણ ન ભૂલે એવા પ્રયાસો

( ભરત શાહ દ્વારા )નર્મદા:રાજપીપળા કાછીયાવાડ જ્ઞાતિ સમાજ અને સ્વ. લલ્લુભાઈ ગાંધી પરિવાર ટ્રસ્ટ દ્વારા સમર કેમ્પ આયોજિત કરી બાળકોને કોચિંગ આપવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર વિશ્વ મોબાઈલ ઘેલું બન્યું છે અને બાળકો મોબાઈલના દુષણથી દૂર થાય અને રમતગમત તરફ વળે તે માટે ખાસ કોચિંગ આપવામાં આવે છે. જેમાં સમાજના 200 જેટલા બાળકો ભાગ લઇ રમત ગમતમાં આગળ કેવી રીતે વધાય તે શીખી રહ્યા છે, બાળકો એ પણ આ કેમ્પ દ્વારા આત્મવિશ્વાસ વધ્યો હોવાની સાથે રમત ગમત અંગે નું જ્ઞાન પ્રાપ્ત થવું હોવાનું જણાવ્યું.
સ્વ. લલ્લુભાઈ ગાંધી પરિવાર ટ્રસ્ટ રાજપીપલા (અમેરિકા) કા. પટેલ જ્ઞાતિપંચ (રાજપીપલા) દ્વારા આયોજિત સમર કેમ્પ વેકેશન વિધાર્થી શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને સમર કેમ્પ વિશે બાળકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.આ સમર કેમ્પના મુખ્ય સંચાલન ટ્રસ્ટના મહેશ દલાલ તથા સમાજ ના પ્રમુખ અને સમાજ ના શિક્ષિત બહેનો અને ભાઈઓ દ્વારા તમામ કોચિંગ આપવામાં આવી રહ્યું છે, આવા સમર કેમ્પ દ્વારા બાળકોમાં રહેલી રુચિ બહાર આવે અને આ વેકેશન દરમ્યાન બાળકો પોતાનું ભણતર પણ ન ભૂલે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
