<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

આનંદીબેન જેવી મજબૂત વહીવટી પકડ આજના નેતાઓમાં નથી

પબુભા માણેક અને દિનેશ બાંભણિયા બાદ હવે મહેસાણાના પાટીદાર સંમેલનમાં SPG અધ્‍યક્ષ લાલજી પટેલે મોટો ધડાકો કર્યો

મહેસાણા તા.૧૭: ગુજરાતમાં આગામી રાજકીય સમીકરણો અને ચૂંટણી પૂર્વે રાજ્‍યના રાજકારણમાં જ્ઞાતિગત રાજકારણનો નવો જ ચક્રવ્‍યૂહ રચાઈ રહ્યો છે. તાજેતરમાં જ નવરંગ મંડપના કાર્યક્રમમાં પબુભા માણેકે કોળી સમાજની વસ્‍તી અને તાકાતનો ઉલ્‍લેખ કરી મુખ્‍યમંત્રી પદ અંગે આપેલા નિવેદનથી રાજકીય ગરમાવો આવ્‍યો હતો. ત્‍યારબાદ જસદણના પાટીદાર સંમેલનમાં દિનેશ બાંભણિયા દ્વારા અનારબેન પટેલની ઉપસ્‍થિતિમાં પૂર્વ મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા અંગે અફસોસ વ્‍યક્‍ત કરી પ્રાયヘતિ કરવામાં આવ્‍યું હતું, જેના જવાબમાં અનારબેને પણ મમ્‍મીના હૃદયમાં કોઈ રંજ ન હોવાનું સ્‍પષ્ટ કર્યું હતું.

આ કડીરૂપે હવે મહેસાણા ખાતે યોજાયેલા પાટીદાર સંમેલનમાં લ્‍ભ્‍ઞ્‍ (સરદાર પટેલ ગ્રુપ) ના અધ્‍યક્ષ લાલજી પટેલે અત્‍યંત મહત્ત્વપૂર્ણ અને સનસનીખેજ નિવેદનો આપ્‍યા છે. મહેસાણાના સંમેલનમાં લાલજી પટેલે જસદણની જેમ જ આનંદીબેન પટેલને હટાવ્‍યાના મુદ્દે અફસોસ વ્‍યક્‍ત કરી માફી માંગવાના પ્રવાહને આગળ વધાર્યો હતો. તેમણે સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું હતું કે, ૧૧ વર્ષ પહેલાં અનામત આંદોલન વખતે પાટીદાર નેતાઓનો વિરોધ કરવામાં આવ્‍યો હતો, જેમાં આનંદીબેન પટેલ, નીતિનભાઈ પટેલ, રજનીભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણી જેવા અગ્રણી નેતાઓ સામે વિરોધ નોંધાયો હતો.

લાલજી પટેલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્‍યું હતું કે, અનામત આંદોલનના બહાને પાટીદાર નેતાઓનો ભોગ લેવામાં આવ્‍યો હતો. ભાજપના નેતાઓએ પાટીદાર નેતાઓનો વિરોધ કરાવીને તેમને રાજકીય રીતે ખતમ કરવાનું મોટું ષડયંત્ર રચ્‍યું હતું. પરંતુ સમય વીત્‍યા બાદ હવે ૧૧ વર્ષ પછી લોકોની આંખ ખૂલી ગઈ છે અને તેમને સાચી હકીકત સમજાઈ ગઈ છે કે પાટીદાર સમાજના હિતમાં ખરેખર કોણ લડી રહ્યું છે અને સાચો માણસ કોણ છે.

પૂર્વ મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલની પ્રશંસા કરતા લાલજી પટેલે ઉમેર્યું હતું કે, આનંદીબેન પટેલની વહીવટી પકડ અત્‍યંત મજબૂત હતી, જેવી ક્ષમતા કે દબદબો વર્તમાન સમયના નેતાઓમાં જોવા મળતો નથી. તેમને હટાવવાથી સમાજને મોટું નુકસાન થયું છે. આ સાથે તેમણે પાટીદાર નેતાઓનો વિરોધ ન કરવા માટે પણ અપીલ કરી હતી.

સંમેલનમાં માત્ર રાજકીય સમીકરણો જ નહીં, પરંતુ સામાજિક મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવ્‍યો હતો. લાલજી પટેલે જણાવ્‍યું હતું કે છેલ્‍લા ૬ વર્ષથી લગ્ન નોંધણી કાયદામાં સુધારા માટે લડત ચલાવવામાં આવી રહી છે. આ લડત માત્ર પાટીદાર સમાજ પૂરતી સીમિત નથી, પરંતુ તમામ જ્ઞાતિઓની દીકરીઓ અને માતા-પિતાના રક્ષણ માટે છે. અંતમાં તેમણે સ્‍પષ્ટ કર્યું હતું કે, ભાજપની નીતિઓનો વિરોધ અગાઉ પણ હતો અને આજે પણ ચાલુ જ છે. હવે ભૂતકાળની બાબતો પર માત્ર પસ્‍તાવો કરવાને બદલે વર્તમાન સમયમાં ચાલી રહેલા સામાજિક આંદોલનો અને હકોની વાત કરવી જોઈએ.

(3:47 PM IST)