તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
કાલે બકરી ઈદ : ગુજરાત પોલીસને એલર્ટ મોડમાં મુકતા ડો. કે. એલ. એન.રાવ
હાઈલેવલની સમીક્ષા બેઠકમાં મુખ્ય પોલીસ વડાએ જડબેસલાક કાયદો વ્યવસ્થા જાળવવા, સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા તાકીદના આદેશ આપ્યા : લો એન્ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન દ્વારા પણ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ અંતર્ગત મહત્વના સૂચનો આપ્યા... : રાજ્યભરના IB યુનિટો પાસેથી ભૂતકાળમાં વિવિધ ધાર્મિક પ્રસંગોએ જયાં પરિસ્થિતિ વણસેલ તે વિસ્તારના ડેટા અંતર્ગત IB વડા અશોક કુમાર યાદવે સલામતી જાળવવા સાવચેતી સૂરો રેલાવ્યા...

રાજકોટ, તા.૨૭: બકરી ઈદના તહેવારને અનુલક્ષીને રાજ્યના મુખ્ય પોલીસ વડા ડો.કે.એલ.એન. રાવ દ્વારા ટોચના પોલીસ અધિકારીઓ સાથે હાઈ લેવલ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
રાજ્યભરના સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની જડબેસલાક સ્થિતિ જાળવવા તેમજ પેટ્રોલિંગ વધારવા ડો. રાવે પોતાના વિશાળ અનુભવને આધારે સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં ગુજરાતના તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના લો એન્ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન અને IB વડા અશોક કુમાર યાદવ પણ હાજર રહ્યા હતા.
IB વડા અશોક કુમાર યાદવ દ્વારા ભૂતકાળમાં વિવિધ ધાર્મિક પ્રસંગોએ બનેલી ઘટનાઓનો ડેટા વિવિધ યુનિટો પાસેથી મેળવવામાં આવ્યો હતો. જે શહેર અને જિલ્લામાં વિશેષ તકેદારી રાખવાની જરૂર છે, ત્યાં ખાસ સતર્કતા રાખવા સૂચવવામાં આવ્યું છે.
તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે રાજ્યભરના પોલીસ તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
અત્રે એ યાદ રહે કે સિનિયર મોસ્ટ IPS ડો. કે એલ.એન પોરબંદર એસપીથી લઇ બીજા છેડે દાહોદ એસપી સુધી ગુજરાતના મોટા ભાગના જિલ્લા સંભાળવા સાથે મહત્વની રેન્જો, મહા નગરોમાં ટોચના સ્થાન,વિગેરેમાં ફરજ બજાવવી ખૂબ વિશાળ અને જમીની સ્તરનો અનુભવ સાથે દરેક શહેર અને જિલ્લામાં તેમનાં પોલીસ સિવાયના પણ ખૂબ વિશાળ સંપર્કો હોવાથી જમીની સ્તરની વિગતો તેઓ આસાનીથી મેળવી શકે છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
