તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
યાત્રાધામ ડાકોરમાં ધોધમાર વરસાદે તંત્રની પોલ ખોલી નાખી : અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
યમુનાકુંજ અને બંસરી પાર્ક વિસ્તારમાં વરસાદી પાણી ઘરો અને રસ્તાઓ પર ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું

યાત્રાધામ ડાકોરમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદે નગરપાલિકાની વરસાદી પૂર્વ તૈયારીની પોલ ખોલી નાખી છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને યમુનાકુંજ અને બંસરી પાર્ક વિસ્તારમાં વરસાદી પાણી ઘરો અને રસ્તાઓ પર ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું.
સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીના નિકાલની સમસ્યા લાંબા સમયથી યથાવત છે અને આ અંગે અનેક વખત પાલિકા તંત્ર સમક્ષ રજૂઆતો પણ કરવામાં આવી છે. તેમ છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. પ્રથમ ભારે વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ તાત્કાલિક અસરથી યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક પગલાં ભરવાની માગ કરી છે, જેથી આગામી વરસાદમાં લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
