તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
છેલ્લા ત્રણ દિવસમાં જ પડેલા ધોધમાર વરસાદ અને પૂરની સ્થિતિને કારણે રાજ્યભરમાં 31 લોકોએ જીવ ગુમાવ્યા
નવસારી, વલસાડ તેમજ દક્ષિણ ગુજરાતના અન્ય પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ભરાવા અને રેસ્ક્યુ દરમિયાન અણધાર્યા બનાવો બનવાને કારણે આ જાનહાની થઈ

અમદાવાદ :સત્તાવાર આંકડાઓ મુજબ, રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં કુલ 31 લોકોનાં માનવ મૃત્યુની અત્યંત હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવી છે. છેલ્લા માત્ર ત્રણ દિવસમાં જ પડેલા મૂશળધાર વરસાદ અને પૂરની સ્થિતિને કારણે રાજ્યભરમાં 31 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ખાસ કરીને નવસારી, વલસાડ તેમજ દક્ષિણ ગુજરાતના અન્ય પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ભરાવા અને રેસ્ક્યુ દરમિયાન અણધાર્યા બનાવો બનવાને કારણે આ જાનહાની થઈ છે.
આ અગાઉ સુરત શહેરમાં આવેલા પૂર અને ભારે વરસાદી માહોલ દરમિયાન પણ 25 જેટલા લોકોના મૃત્યુ થયાના અહેવાલો સામે આવ્યા હતા. આમ, ચાલુ વર્ષની આ વરસાદી સિઝનમાં અત્યાર સુધીમાં કુદરતી આફતને કારણે કુલ 56 જેટલા માનવ મૃત્યુની ગંભીર ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. આ ભારે જાનહાનીને કારણે સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વહીવટી તંત્રમાં પણ હડકંપ મચી ગયો છે.
સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે તેમજ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે.
હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ સુરક્ષિત સ્થળો પર રહે અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે, જેથી આવી કોઈપણ દુર્ઘટનાથી બચી શકાય અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
