તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
ભાજપામાં પ્રશિક્ષણની પરંપરા કાર્યકર્તાના વૈચારિક ઘડતર, વ્યક્તિત્વ વિકાસ અને સંગઠનાત્મક કુશળતાને મજબૂત બનાવે છે જગદીશભાઈ વિશ્વકર્મા
ભાજપાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત કર્ણાવતી મહાનગર ભાજપાના મંડલ પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા: સમયાંતરે યોજાતા પ્રશિક્ષણ વર્ગો કાર્યકર્તાઓને બદલાતા સામાજિક, રાજકીય અને ટેકનોલોજીકલ પરિપ્રેક્ષ્ય સાથે સુસંગત રહેવા મહત્વના હોવાનું જણાવતા જગદીશભાઈ વિશ્વકર્મા

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આજે ભાજપાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ, પીરાણા ખાતે કર્ણાવતી મહાનગર ભાજપાના મંડલ પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ અવસરે તેમણે પ્રભુના ચરણોમાં વંદન કરી સૌ નાગરિકોની સુખ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
પ્રશિક્ષણ મહાઅભિયાન સંદર્ભે તેમણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં પ્રશિક્ષણની પરંપરા કાર્યકર્તાના વૈચારિક ઘડતર, વ્યક્તિત્વ વિકાસ અને સંગઠનાત્મક કુશળતાને મજબૂત બનાવે છે. પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તાઓ પક્ષની વિચારધારા, કાર્યપદ્ધતિ, સંગઠનશિસ્ત અને જનસેવાના મૂલ્યોને આત્મસાત કરે છે. સમયાંતરે યોજાતા પ્રશિક્ષણ વર્ગો કાર્યકર્તાઓને બદલાતા સામાજિક, રાજકીય અને ટેકનોલોજીકલ પરિપ્રેક્ષ્ય સાથે સુસંગત રહેવા માટે સજ્જ બનાવે છે. આ પરંપરાના કારણે ભાજપામાં વિચારનિષ્ઠ, અનુશાસિત અને જવાબદાર કાર્યકર્તાઓનું નિર્માણ થાય છે જે સેવાભાવ સાથે જનતા વચ્ચે અવિરત કાર્યરત રહે છે.
આ પ્રસંગે કર્ણાવતી મહાનગર ભાજપા અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, પ્રશિક્ષણ મહાઅભિયાનની પ્રદેશ ટીમના સદસ્ય વિજયભાઈ પંડ્યા સહિત આગેવાનો, અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
