તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
હાવરા બ્રિજના ખાતમૂહૂર્તથી શરૂ થયેલી વિશ્વકર્મા ભગવાનના પૂજનની પરંપરા આજે શ્રમ અને કૌશલ્યના સન્માનનું પ્રતીક બની છે:જગદીશભાઈ વિશ્વકર્મા
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પોરબંદર ખાતે ‘વિશ્વકર્મા પરિવાર એકતા સંમેલન‘ યોજાયું:‘મેક ઇન ઇન્ડિયા‘ અને ‘વોકલ ફોર લોકલ‘ના મંત્ર સાથે વર્તમાન અને આવનારી પેઢીને કૌશલ્યનો સમૃદ્ધ વારસો આપવા પરંપરાગત કૌશલ્ય અને ટેક્નોલોજીનું સંવર્ધન કરવા હાકલ કરતા જગદીશભાઈ વિશ્વકર્મા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં પોરબંદર ખાતે ‘વિશ્વકર્મા પરિવાર એકતા સંમેલન‘ યોજાયું હતું. જગદીશભાઈ વિશ્વકર્માએ આ પ્રસંગે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાનનો જન્મદિવસ છે અને તે જ દિવસે દેશભરમાં વિશ્વકર્મા પૂજા કરવામાં આવે છે. હાવરા બ્રિજના ખાતમૂહૂર્તથી શરૂ થયેલી આ પરંપરા આજે શ્રમ અને કૌશલ્યના સન્માનનું પ્રતીક બની છે. તેઓએ અમદાવાદના એલીસબ્રિજનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, ‘મેક ઇન ઇન્ડિયા‘ અને ‘વોકલ ફોર લોકલ‘ના મંત્ર સાથે ૨૦૪૭ના વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં યોગદાન આપવા વર્તમાન અને આવનારી પેઢીને કૌશલ્યનો સમૃદ્ધ વારસો આપવાના ઉમદા હેતુથી પરંપરાગત કૌશલ્ય અને ટેક્નોલોજીના સંવર્ધન કરવા વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન'ની રચના કરવામાં આવી છે. તેઓએ મજબૂત સંગઠનશક્તિ સાથે સમાજની કાર્યકુશળતા અને અસ્મિતાની જાળવણી સાથે વિશ્વકર્મા સમાજને વધુ સશકત કરવા હાકલ કરી હતી. તેઓએ સમાજના શ્રેષ્ઠીઓને ભાજપા સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસકાર્યોને જન જન સુધી પહોંચાડવામાં સહયોગ કરી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપા ઉમેદવારોને વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા, સમાજ શ્રેષ્ઠીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
